Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

જસદણનાં નવાગામમાં પાણીના ટાંકાની જગ્‍યાએ દુકાનો ચણી લેતા રજુઆત

(હુસામુદ્દીન કપાસી દ્વારા) જસદણ, તા. ૯ : જસદણના આંબરડી નજીક આવેલ નવાગામમાં આવારા તત્‍વોએ રાતોરાત રોડના કાંઠે આવેલ બસ સ્‍ટેન્‍ડ અને એની પાછળ આવેલ પાણીનો ટાંકો ગુમ કરી દઇ એ જમીન પર પાકી દુકાનોનું ચણતર કરી નાખ્‍યુ હોવા અંગે રજુઆત કરાય છે.

નવાગામમાં લોકોએ એક પાણીનો ટાંકો બનાવવામાં આવેલ પરંતુ આ લાખો રૂપિયાની બંને મિલ્‍કતોને કોઇ તત્‍વોએ તોડી નાખી આ જગ્‍યા પર પાકી દુકાનોનું ચણતર કામ કરતાં આ તાલુકામાં આવા કામ કરનારાઓને કોઇ કાયદાનો ડર જ ન હોય એવું ચિત્ર ઉપસી રહ્યુ છે.

નવાગામમાં જે બસ સ્‍ટેન્‍ડ અને તેની પાછળ પાણીનો ટાંકો તોડી બાંધકામ કરી રહ્યા છે તે તત્‍વો અને સંડોવાયેલ સામે આકરા પગલા ભરવાં નવાગામના ગ્રામ્‍યજનોએ ડીડીઓ સમક્ષ માંગ ઉઠાવી છે.

(11:27 am IST)