Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

જસદણ સરકારી હોસ્‍પિટલમાં ગાયનેક ડો. વિશાલ શર્માની સેવાથી લોકોને લાભ

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ, તા.૯: જસદણ સરકારી હોસ્‍પિટલમાં ઓગષ્ટ ૨૦૨૦ થી મે ૨૦૨૨ના સમય દરમિયાન સેવાસેતુ અંતર્ગત મહિલા દર્દીઓને વિવિધ પ્રકારની પિડાઓમાંથી મુક્‍તિ અપાવવાના દ્રઢ સંકલ્‍પ સાથે સેવાકાર્ય શરૂ કરનાર પલ મેટરનિટી હોસ્‍પિટલ જસદણના માનવતાવાદી ગાયનેક ડો. વિશાલ શર્માએ જસદણ સરકારી હોસ્‍પિટલમાં  ૪૭ સિઝેરીયન ઓપરેશન, ૩૪ ગર્ભાશયની ગાંઠના ઓપરેશન, ૪૧ અન્‍ય ઓપરેશન તેમજ ડો. વિશાલ શર્માના માર્ગદર્શન હેઠળ ર્નસિંગ સ્‍ટાફ દ્રારા કુલ ૨૦૪૭ પ્રસુતિ વિનામૂલ્‍યે સફળતા પૂર્વક પાર પાડી મહિલા દર્દીઓને વિવિધ પ્રકારની પિડાઓમાંથી છૂટકારો અપાવી માનવતાનું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરૂ પાડયુ છે. કોરોના કાળના સમય દરમિયાન કોરોના ડરના કારણે સરકારી હોસ્‍પિટલમાં સારવાર અર્થે આવતી મહિલા દર્દીઓની સંખ્‍યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્‍યો હતો પરંતુ કોરોનાની વિદાય થતાની સાથે જ હોસ્‍પિટલમાં મહિલા દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. જસદણ સરકારી હોસ્‍પિટલમાં કોરોના કાળથી નિઃસ્‍વાર્થ ભાવે અવિરત અને પ્રસંશનીય સેવાકાર્ય કરતી જસદણ શહેરની એકમાત્ર સંસ્‍થા નિસ્‍વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્‍ટ જસદણના પ્રમુખ મેહુલભાઈ સંઘવીએ પ્રસંશનીય સેવાકાર્ય કરતા ગાયનેક ડો. વિશાલ શર્મા ને બે વખત સન્‍માનપત્ર અને એવોર્ડ આપી સન્‍માનિત કરી પ્રોત્‍સાહિત કર્યા હતા.

 જસદણ સરકારી હોસ્‍પિટલના અધિક્ષક ડો. રાકેશ મૈત્રી,  ડો. દીપક રામાણી,  ડો. કે.એન.બથવાર,  ડો. લક્કીરાજ પટેલ, ડો. વિજય વાવડીયા,  ડો. જેનીસ પટેલ, ડો. વિશાલ ભાયાણી લેબ ટેક્રિશિયન આસ્‍તિકભાઈ મહેતા, તુષારભાઈ પરમાર, નિઃસ્‍વાર્થ ચેરીટેબલ ટ્રસ્‍ટ જસદણ પ્રમુખ મેહુલભાઈ સંઘવી, વલ્લભભાઈ જીંજુવાડીયા,  દિનેશભાઈ વેકરીયા, દિલીપભાઈ બલભદ્ર, અશોકભાઈ ઠકરાળ, હસમુખભાઈ મકવાણા, વિજયભાઈ રાઠોડ, તરૂણભાઈ પરમાર, પિયુષભાઈ વાજા સહિતના આગેવાનોએ ડો. વિશાલ શર્માના માનવતાભર્યા સેવાકાર્યને બિરદાવી અભિનંદન આપ્‍યા હતા.

(11:30 am IST)