Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

વાંકાનેરમાં ૩૧ મહિલાઓને રોજગારી

વાંકાનેર કિશન ઉન્નતિ કાર્યક્રમ અંતરગત મહિલા આત્‍મનિર્ભર પ્રોજેક્‍ટ હેઠળ Ced ની બેંચ પૂર્ણ થતાં  સર્ટિફિકેટ વિતરણ સમારંભ યોજાયેલ તેમજ ૩૧ મહિલા ઓ ને આજ રોજ અલગ અલગ વિભાગ માં રોજગારી આપેલ છે  આ કાર્યક્રમ વાંકાનેર શ્રી ગાયત્રી મંદિર ખાતે યોજેલ હતો તેમાં ભાજપ અગ્રણી શ્રી મહારાણા કેસરી દેવસિંહજી ઝાલા એ શુભેચ્‍છા સંદેશ પાઠવ્‍યો હતો . તેમાં આવેલા મહાનુભાવો ૧.  જીનલ ભાઈ શાહ ફણીધર ગ્રુપ તરફથી ૨.   સાહિલ ભાઈ પટેલ ૩. અશ્વિનભાઈ રાવલ મહંત   ગાયત્રી મંદિર વાંકાનેર ૪. મોરબી જિલ્લા કારોબારી સભ્‍ય કિરણબેન વ્‍યાસ ૫. વાંકાનેર શહેર ભાજપ ઉપ પ્રમુખ હિરેનભાઈ ખીરૈયા ૬. પ્રજ્ઞા બા ઝાલા ભાજપ મહિલા મોરચા પ્રમુખ ૭. અંજનાબેન ગૌસ્‍વામી ભાજપ મહિલા મોરચા મહામંત્રી ૮. રીટાબા રાઠોડ વાંકાનેર નગરપાલિકા કોર્પોરેટર ૯. નિર્મલા બેન રાવલ આત્‍મનિર્ભર મહિલા અધ્‍યક્ષ ૧૦. હેમાબેન ડોડીયા કાર્યકર ૧૧. ધવલભાઇ કારીયા કાર્યકર . આ કાર્યક્રમ સફળ બનાવવા માટે  જીનલ ભાઈ શાહ તેમજ સાહિલ ભાઈ પટેલ તેમજ યજ્ઞદત્ત રાવલ તેમજ મોરબી જીલ્લાના કોઓર્ડિનેટર ભારદ્વાજ રાવલ દ્વારા કાર્યક્રમ સફળ બનાવ્‍યો હતો.

(11:30 am IST)