Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

પોરબંદરના મંડેર અને વિસાવાડામાં લેન્‍ડ ગ્રેબીંગ એકટ હેઠળ ર ગુન્‍હા દાખલ

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા., ૮: જીલ્લાના મંડેર (ેઘેડ) અને વિસાવાડા (મુળ દ્વારકા)માં જમીન પચાવી પાડવાની ર ફરીયાદોમાં લેન્‍ડ ગ્રેબીંગ એકટ હેઠળ ગુન્‍હા દાખલ કરવામાં આવ્‍યા છે.

ઘેડમાં રહેતા જેન્‍તીભાઇ ગોવિંદભાઇ વાઢીયા (ઉ.વ.૪૩)એ માધવપુર પોલીસ મથકમાં નોંધાવેલી પોલીસ ફરીયાદમાં જણાવેલ કે  કેશોદના કેવદ્રા ગામે રહેતા અરજણ દેવશી બાલસ નામના શખ્‍સે જેન્‍તીભાઇની મંડેર ગામની સીમમાં આવેલ ખેતીની જમીન સર્વે નં. ૭૩૬(જુના સર્વે નંબર-૯૦૩)ના ક્ષેત્રફળ ૧-૧૩-પ૩ હેકટર જેની જંત્રી મુજબ કિંમત રૂા. ૬,૮૧,૧૮૦ થાય છે. તેના પર ૭-૭-૨૦૦૮ થી ગેરકાયદે કબજો જમાવી જેન્‍તીભાઇની સંયુકત માલીકીની ખેતીની જમીન પચાવી પાડી છે.

મુળ વિસાવાડાના અને હાલ રાજકોટ રહેતા કરણભા કેશવભાઇ શીંગરખીયા (ઉ.વ.૩પ)એ મિયાણી મરીન પોલીસ મથકમાં  નોંધાવેલ પોલીસ ફરીયાદમાં જણાવેલ કે તેની માલીકીનો વિસાવાડા ગામે ૩ લાખની કિંમતનો ૧૬૦ વારના પ્‍લોલટ પર તે ગામમાં રહેતા રણમલ ભીખાભાઇ સાદીયાએ અનધિકૃત રીતે કબજો કરી તેમાં કાચુ બાંધકામ કરેલ છે. પોલીસે બન્ને બનાવમાં લેન્‍ડ ગ્રેબીંગ એકટ હેઠળ ગુન્‍હો દાખલ કરેલ છે.

(12:32 pm IST)