Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

જુનાગઢ :ગોંડલમાં પર્યાવરણ સંરક્ષણ માટે ૭ દિવસમાં અવેરનેશ કાર્યક્રમ યોજાયો

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૯:  ઓન્‍લી ઇન્‍ડિયન, વનજોન એનજીઓ દ્વારા પર્યાવરણ સંરક્ષણ માટે ૭ દિવસમાં અવેરનેશ કાર્યક્રમ યોજાયો હતો. જે અંતર્ગત વિશ્વ સાઇકલ દિને એશિયાટીક એન્‍જિનીયરીંગ કોલેજમાં ૩૦૦ કોલેજિયન યુવાનો, સ્‍ટાફને સાઇકલીંગના ફાયદા, ગ્‍લોબલ વોર્નિંગ, જળબચાવો, ટ્રાફીક અવેરનેશ વિશે વકતવ્‍ય અપાયુ હતું.

આ ઉપરાંત ભવનાથ વિસ્‍તારમાં તિરંગા સાઇકલ અને હાથમાં પ્‍લે કાર્ડ, બેનર સાથે અંગદાન, ચક્ષુદાન, રકતદાન અને વધુ ઘોંઘાટ, હોર્ન, ડીજેથી પ્રદુષણ વધવાથી પશુ, પંખી, વન્‍ય અને અન્‍ય જીવસૃષ્‍ટિ બચાવવા અંગે જાગૃતિ અભિયાન ચાલ્‍યુ હતું. તથા સુખી પરીવાર, સાંત્‍વન સંસ્‍થાના સહયોગથી ૧૫૦ મજુર બાળકો, મહિલાઓને મિઠાઇ  કપડા અપાયા હતા.

(11:31 am IST)