Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

બોટાદ પાલિકા પ્રમુખને તલવાર અર્પણ કરીને સન્‍માન

બોટાદ,તા. ૯ : બોટાદના ગૌરક્ષક સામતભાઇ જેબલીયા દ્વારા બોટાદ નગરપાલિકાના નવનિયુકત પ્રમુખશ્રી અલ્‍પાબેન દિલીપભાઇ સાબવાનું વિશેષ સન્‍માન કરવામાં આવ્‍યુ હતું. કારણ કે પ્રમુખશ્રીની ઝડપી પ્રજાલક્ષી કાર્ય કરવાની પધ્‍ધતિ અને નગરજનોની સમસ્‍યા રૂબરૂ સાંભળી તાત્‍કાલિક ધોરણે કામ કરી આપવા તાત્‍કાલિક ધોરણે નગરપાલિકાના પદાધિકારીઓને કર્મચારીઓને સુચના આપી ઝડપી કામગીરી કરવાની સુઝબુઝ અને બોટાદ વચ્‍ચેથી પસાર થતી ઉતાવળી અને મધુ નદી નાળામાં ભરાયેલ કચરો માટી કઢાવવા જેસીબી કામે લગાડી દીધેલ. આવી વિવિધ કામગીરીથી પ્રભાવિત થઇ પ્રમુખશ્રી અલ્‍પાબેન દિલીપભાઇ સાબવાને બોટાદના બહુમુખી પ્રતિભા ધરાવતા ગૌરક્ષક સામતભાઇ જેબલીયા દ્વારા પુષ્‍પગુચ્‍છ,સાડી, સાલ ઓઢાડી, નારી શકિતને શકિત રૂપેણ તલવાર અર્પણ કરી રજવાડી ઠાઠથી વિશેષ સન્‍માન કરાયું હતું

(11:31 am IST)