Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

ભાણવડ પાસે બે ભેંસ સાથે ટ્રક પકડાયો

 ખંભાળીયા : કપુરડી ચેક પોસ્‍ટ ખાતે એક સફેદ કલરનું ટાટા કંપનીનું આઇસર ટ્રક રજી નં.જીજે-૩૭-ટી-૫૨૬૩ નંબરનું આવતા તેને રોકાવી ચેક કરતાં તેમાં ગેરકાયદેસર રીતે કોઇ આધાર પુરવા કે દાખલા વગર ભેંસો જીવ ૨ને ક્રુરતાપૂર્વક બાંધી હરીફરી ન શકે તેવી રીતે ેતમજ ઘાસચારો તથા પાણીની વ્‍યવસ્‍થા ન રાખી પશુ પ્રત્‍યે ઘાતકીપણુ કરેલ હોય જેથી ટ્રકમાં ભરેલ ભેંસો જીવ -૨ તથા ટ્રક કિંમત રૂા. ૩,૨૦,૦૦નો મુદ્દામાલ કબ્‍જે કરી ભાણવડ પો.સ્‍ટે.માં પશુ સંરક્ષણ ધારાની કલમો હેઠળ (૧) અજયભાઇ બાબુભાઇ મકવાણા કોળી (ઉવ.૨૮) રહે. સંજયભાઇ ખંભાળીયા, (૨) પકડવા પર બાકી નાથાભાઇ ગોજીયા રહે. ખંભાળીયા સામે ગુન્‍હો દાખલ કરેલ છે. આ કાર્યવાહીમાં સર્કલ પોલીસ ઇન્‍સ. ખુશ્‍બુ યાજ્ઞિક તથા એએસઆઇ નાગડાભાઇ રૂડાચ તથા ભાણવડ પો.સ્‍ટે.ના એએસઆઇ દુદાભાઇ લુવા તથા પો.હેડ કોન્‍સ. ડી.કે.ભાચકન તથા પો. કોન્‍સ. ભીમભાઇ મોરી રણવીરસિંહ જાડેજા તથા જી.આર.ડી.સભ્‍યો જોડાયા હતા.

(11:37 am IST)