Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

બગસરામાં બી.એસ.એન.એલ. કાર્ડ ધારકોને કવરેજના ધાંધિયા

સેંકડો લોકોએ પોર્ટેબિલિટીનો લાભ લઈ બી.એસ.એન.એલ.થી છેડો ફાડયોઃ હજુ અનેક બીએસએનએલ છોડવાની તૈયારીમાં

(દર્શન ઠાકર દ્વારા) બગસરા, તા.૯: બગસરામાં છેલ્લા બે માસથી બીએસએનએલ મોબાઇલ ધારકો કવરેજ ના પ્રશ્નોથી પીડાઈ રહ્યા છે જેને લીધે અનેક લોકોએ આ કંપનીને રામ-રામ કહી અન્‍ય કંપની સાથે જોડાણ કરી લીધેલ છે. તંત્રની નબળી કામગીરીને લીધે ગ્રાહકો માં ગુસ્‍સો પણ દેખાઈ રહ્યો છે.

બગસરામાં છેલ્લા બે માસથી બી.એસ.એન.એલ.કંપનીના કાર્ડ ધારકો અનેક મુશ્‍કેલીઓનો સામનો કરી રહ્યા છે. જેમાં કવરેજ ના મળવું સૌથી મોટો પ્રશ્ન થઈ પડ્‍યો છે. શહેરમાં આવેલા મુખ્‍ય ટાવરથી ૧૫૦ મીટરની રેન્‍જમાં પણ નબળું કવરેજ મળતા લોકો વાત કરવા માટે વારંવાર ઘરની બહાર કે ધાબા પર ચડતા જોવા મળે છે. જેને લીધે અનેક ગ્રાહકોએ મોબાઈલ પોર્ટેબિલીટીનો લાભ ઉઠાવી બીએસએનએલને કાયમી ધોરણે રામ-રામ કહી અન્‍ય કંપનીઓ સાથે જોડાણ કરી લીધેલ છે. આ બાબતે રજૂઆત માટે લોકો દ્વારા કચેરીનો સંપર્ક કરતા મોટાભાગના કર્મચારીઓ નિવળત થઈ ગયેલ હોય માત્ર એક અધિકારી અને લાઈનમેન હોવાથી કચેરીમાં પણ કાળો જોવા મળે છે. જેને કારણે બીએસએનએલના ગ્રાહકો રોષે ભરાયા છે. તેમજ કવરેજના પ્રશ્નમાં સુધારો નહીં થાય તો આગામી દિવસોમાં વધેલા ગ્રાહકો પણ અન્‍ય કંપનીમાં જવા માટે મન બનાવી લીધું છે. હાલ ગ્રાહકો ભંગાર સંચાર નિગમ લિમિટેડ કહી  કંપનીનો મજાક ઉડાવતા પણ જોવા મળે છે. આ બાબતે તાત્‍કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રાહકોમાં માંગ ઉઠી છે.

(11:39 am IST)