Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

સાવરકુંડલામાં પ્રતાપપરી માલગાડીને ઠોકરે ચડતાં ઇજા

ઠેંસ આવતાં પડી ગયો ત્‍યાં ટ્રેન આવી ગઇઃ રાજકોટ ખસેડાયો

રાજકોટ તા. સાવરકુંડલાના ખાંભામાં પેટ્રોલ પંપ પાસે રહેતો પ્રતાપપરી હસુપરી ગોસ્‍વામી (ઉ.૩૬) ગત રાતે નવેક વાગ્‍યે જેસર રોડ શ્રમજીવીી નગર પીપરવાડી પાસે રેલ્‍વેના પાટા ઓળંગી રહ્યો હતો ત્‍યારે ઠેંસ લાગતા પડી જતાં અને એ વખતે જ માલગાડી આવતી હોઇ ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે સાવરકુંડલા પોલીસને જાણ કરી હતી.

(11:41 am IST)