Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

મોરબીમાં મજાક કરવાની ના પાડતાં સાજીદને એઝાઝ, રફીકે છરી ઝીંકી

રાજકોટ તા. ૯: મોરબી લાતી પ્‍લોટ-૮માં રહેતો સાજીદ શબ્‍બીરભાઇ ઘેડા (ઉ.૩૦) રાતે ઘર નજીક હતો ત્‍યારે તેના જ મિત્રો એઝાઝ અને રફીકે છરીથી હુમલો કરી છાતી અને હાથમાં ઇજા પહોંચાડતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના વાલજીભાઇ નીનામાએ મોરબી પોલીસને જાણ કરી હતી.

સાજીદ છુટક મજૂરી કરે છે. તેણે કહ્યું હતું કે એઝાઝ અને રફીક તેના મિત્રો છે. રાતે વાતો કરતાં કરતાં ગાળો બોલી મજાક કરતાં હોઇ તેને મજાક કરવાની ના પાડતાં મારામારી કરી છરી ઝીંકી દીધી હતી.

(11:47 am IST)