Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

ઉપલેટા નજીક ૨ અકસ્‍માતમાં ડુમીયાણીના પૂર્વ સરપંચ અને નિલાખાના આહિર યુવકના મોતથી અરેરાટી

ટ્રેકટર ડિવાઇડર સાથે અથડાઇને ૨ કટકા થઇ ગયા

(કૃષ્‍ણકાંત એચ ચોટાઈ દ્વારા) ઉપલેટા,તા. ૯ : આજે ઉપલેટા થી ગણોદ જતા નેશનલ હાઈવે ઉપર જુદા-જુદા સમયે બે એકસીડન્‍ટમાં બે વ્‍યકિતના મોત થયાનો બનાવ બનતા શહેરમાં ચર્ચાનો વિષય બનેલ છે.

આ બનાવની વિગત એવા પ્રકારની છે કે ઉપલેટા તાલુકાના નિલાખા ગામે રહેતા પ્રવિણભાઈ હીરાભાઈ મહેતા ઉ.વ. ૪૦ વાળા પોતાનું ટ્રેકટર લઈને યાદવ હોટલ પાસેથી જતા હતા ત્‍યારે ટ્રક એ ટ્રેકટરને ઠોકર મારતા ટ્રેકટર ડીવાઈડર સાથે અથડાઈ બે કટકા થઈ ગયેલ હતું. જયારે ટ્રેકટરમાં રહેલ પ્રવીણ હીરા મહેતાને ઘટના સ્‍થળે જ મોત થયેલ હતું. જયારે તેમના પુત્રને હાથ પગમાં ઈજા થતાં તેમને હોસ્‍પીટલ ખાતે ખસેડવામાં આવેલ હતો. બાદ બીજા બનાવ અંગે ગણોદ ગામ પાસે ખેતીની જમીન ભાગમાં રાખી વાવેતર કરતા ડુમીયાણીના પુર્વ સરપંચ દીનેશભાઈ બાબુભાઈ મકવાણા ઉ.વ. ૪૦ વાળા આ જમીનમાં રોટાવેટર ટ્રેકટર ચલાવીને રોડ ઉપર ચડતા હતા ત્‍યારે ટ્રેકટર રોટાવેટર પલ્‍ટી ખાઈ જતાં દીનેશભાઈનું ટ્રેકટર નીચે દબાઈ જતાં ઘટના સ્‍થળે જ મોત થયેલ હતું. આમ આજે ઉપલેટા પોરબંદર નેશનલ હાઈવે રોડ ઉપર વરજાંગ જાળીયા અને ગણોદ વચ્‍ચે ૪ કી.મી. ના રોડ ઉપર જુદા-જુદા બે એકસીડન્‍ટમાં બે વ્‍યકિતના મોત થયાનો બનાવ બનતા પોલીસે બન્ને સ્‍થળે પહોંચી જઈ કોટેજ હોસ્‍પીટલ ખાતે ડેડબોડી પહોંચાડી પી.એમ. કરાવી આગળ ની તપાસ હાથ ધરેલ છે. (તસ્‍વીરઃ નિમેષ ચોટાઇ-ઉપલેટા)

(11:43 am IST)