Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

ઉનાઃ માનસિક બીમાર મહિલાનો કુવામાં ઝંપલાવીને આપઘાત

ઉના તા. ૯ :.. ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે માનસિક બીમાર મહીલાએ કુવામાં પડી આપઘાત કરી જીંદગી ટૂંકાવી લીધી હતી.

ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે ધી વાઇ વાડી વિસ્‍તારમાં ભાગયુ રાખી ખેતી કામ કરતા ધીરૂભાઇ બચુભાઇ મકવાણા રહે. કડીયાળી તા. જાફરાબાદના પત્‍નિ નાનીબેન ધીરૂભાઇ (ઉ.વ.પ૦) છેલ્લા દોઢેક વર્ષથી માનસીક બિમારીથી પીડાતા હોય, બીમારીથી કંટાળી જઇ ચાર દિવસ પહેલા ઘરે કોઇને કહ્યા વગર ચાલ્‍યા ગયા હતા.

ખેતરની બાજુના વાડીના કુવામાં મૃતદેહ જોવા મળતા ગીરગઢડાના પો. જમાદાર યોગેશભાઇ વાજા તથા સ્‍ટાફે મૃતદેહ બહાર કઢાવતા મૃતદેહને ધીરૂભાઇ બચુભાઇએ ઓળખી બતાવી તેમની પત્‍નિ હોવાનું જણાવતા પોલીસે એ. ડી. નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે.

(11:51 am IST)