Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

માળિયાના વેજલપર-જુના ઘાટીલા ગામમાં ફેરિયાઓ, અજાણ્‍યા વ્‍યક્‍તિને પ્રવેશ પ્રતિબંધ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા .૯: હળવદ પંથકમાં સતત વધતા ચોરીના બનાવોથી માળિયા તાલુકાના હળવદ નજીક આવેલા ગામોમાં પણ તસ્‍કરોનો ભય જોવા મળી રહ્યો છે અને ચોરીના બનાવો અટકાવવા જુના ઘાટીલા અને વેજલપર ગ્રામ પંચાયત દ્વારા અજાણ્‍યા વ્‍યક્‍તિના પ્રવેશ તેમજ ફેરિયાઓ માટે પ્રવેશ પ્રતિબંધ ફરમાવી દીધો છે
જેમાં જુના ઘાટીલા ગ્રામ પંચાયત દ્વારા સુચના આપવામાં આવી છે કે ગામમાં સરપંચની મંજુરી વિના કોઈપણ ફેરિયા કે માંગનાર ઈસમો ગામમાં પ્રવેશ કરવો નહિ બપોરે ૧૨ થી ૩ સુધી ફેરિયાઓ માટે પ્રતિબંધ રહેશે તેમજ રાત્રીના ૧૦ કલાક પછી ઘાટીલા-ટીકર રોડની તમામ દુકાન બંધ રાખવા સૂચનાઓ આપવામાં આવી છે અને અજાણ્‍યા માણસોએ રાત્રે ૯ વાગ્‍યા પછી ગામમાં પ્રવેશ કરવો નહિ તેમ પણ જણાવ્‍યું છે.
જયારે વેજલપર ગ્રામ પંચાયત દ્વારા પણ આવો જ નિર્ણય કરવામાં આવ્‍યો છે જેમાં બપોરે ૧૨ થી સાંજના ૫ કલાક સુધી ફેરિયા કે અજાણ્‍યા વ્‍યક્‍તિએ પ્રવેશ પર -તિબંધ ફરમાવ્‍યો છે અને રાત્રે અજાણ્‍યા માણસો માટે ગામના નો એન્‍ટ્રી જાહેર કરવામાં આવી છે જે નિયમનું ઉલ્લંઘન કરનારને ગ્રામ પંચાયત કચેરીએ બેસાડી કાયદેસરની કાનૂની કાર્યવાહી કરાશે તેમ પણ જણાવ્‍યું છે.

 

(12:30 pm IST)