Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

જામનગરમાં વિશ્વ પર્યાવરણદિને ૧ હજાર રોપાનું વિનામુલ્‍યે વિતરણ

જામનગરઃ વિશ્વ પર્યાવરણદિને જામનગરની ૬ જેટલી સંસ્‍થાઓ દ્વારા ૧૦ પ્રકારના એકહજાર જેટલા રોપાનું વિતરણ કરવાનો કાર્યક્રમ સામાજીક વીકરણ જામનગર વિભાગના સહયોગથી કરવામાં આવેલ જેમાં લીમડો., આસોપાલવ, નગોળ, કરંજ, તુલસી દાડમ, સીતાફળ, સેતુર, ગરમાળો જેવા વૃક્ષોના રોપાનું વિતરણ કરવામાં આવેલ આ કાર્યક્રમને સફળ બનાવવા એરાન્‍ટ્રેક એડવાન્‍ચર્ય, સપ્તરંગ ગ્રુપ, ભારત વિકાસ પરિષદ, રોટરી કલબ સહિતની સંસ્‍થાઓના આનંદ પ્રજાપતિ, રાજ નથવાણી, સુજલ છેડા, શિવાની કામદાર સહિતના પર્યાવરણપ્રેમીઓએ જહેમત ઉઠાવી હતી. (તસ્‍વીરઃ વિશ્વાસ ઠકકર -જામનગર)

(12:48 pm IST)