Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

પોરબંદરઃ ખેડુતના બેન્ક ખાતામાં ૩પ લાખ જમા થયાનો બોગસ મેસેજ આવ્યો

કોંગ્રેસ દ્વારા સાયબર ક્રાઇમને જાણ કરાઇઃ લોકોને ચેતી જવા અપીલ

પોરબંદર તા.૯ : નજીકના મોઢવાડાની કરાર સીમના ખેડુતના બેન્ક ખાતામા કારણ વગર ૩પ લાખ રૃપિયા જમા થયા હોવાનું મેસેજ આવતા સાયબર ક્રાઇમ પોલીસને રજુઆત કરેલ છે તો બીજી બાજુ આ પ્રકારના સાયબર ક્રાઇમના વધતા બનાવો સામે ચેતવા કોંગ્રેસ દ્વારા પણ અપીલ થઇ છે.

મોઢવાડા કરાર સીમમાં રહેતા અને ખેતીકામ કરતા બાબુભાઇ બાલુભાઇ મોઢવાડીયા નામના ખેડુતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને કરેલી ફરિયાદ અરજીમાં જણાવ્યું છે કે તેઓના કેનેરા બેન્ક એકાઉન્ટના ખાતામાં ૩પ લાખ ૪૬ હજાર ૮૦પ રૃપિયા જમા થયા છે અને તેના એકાઉન્ટ નંબર તથા લોન નંબરના નંબરમાંથી કોઇપણ પ્રકારના ડોકયુમેન્ટ આપેલ નહી હોવા છતા આ પ્રકારના મેસેજ આવ્યા છે તેઓ તાતકાલીક પોતાનું એકાઉન્ટ સ્ટોપ કરવા જણાવ્યું છે તેના મોબાઇલમાં મેસેજ આવતા ખબર પડી કે કોઇ જગ્યાએ સહી કરી ન હોવા છતા ૩પ લાખથી વધુની રકમ જમા થઇ છે. તેમણે પોલીસ તંત્ર ઉપરાંત બેન્કના મેનેજરને પણ લેખીત રજુઆત કરીને યોગ્ય કરવા જણાવ્યું છે.

કોંગ્રેસના સિનીયર આગેવાન અને પ્રદેશ કોંગ્રેસના પુર્વ સેક્રેટરી રામદેવભાઇ મોઢવાડીયાએ જણાવ્યું છે કે શહેર અને જિલ્લામાં આ પ્રકારના સાયબર ફ્રોડના બનાવો વધ્યા છે. તેથી લોકોએ પણ ચેતવું જોઇએ. અમુક પ્રકારની લીંક પણ આવે છે અને તેને કલીક કરવાથી ઘણા બેન્ક એકાઉન્ટ સાફ થઇ જાય છે.

(12:49 pm IST)