Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

આટકોટ - ગોંડલ હાઇવે ઉપર ટ્રક અને કાર અથડાતા અમરાપરના હરેશ વાસાણીનું મોત

અકસ્માતગ્રસ્ત કારમાંથી દારૃનો જથ્થો મળતા અનેક પ્યાસીઓએ બોટલ લઇને ચાલતી પકડી ! : કારમાંથી ૬૦ બોટલ કબ્જે : ચાલક સામે ગુન્હો નોંધાયો

(કરશનભાઇ બામટા દ્વારા) આટકોટ તા. ૯ : આટકોટ - ગોંડલ હાઇવે ઉપર ટ્રક અને કાર અથડાતા એકનું મોત થયું હતું. કારમાંથી ઇંગ્લીશ દારૃનો જથ્થો મળતા ઘટના સ્થળેથી અનેક પ્યાસીઓએ દારૃની બોટલ લઇ ચાલતી પકડી હતી.

આટકોટ ગોંડલ હાઈવે ખારચીયા અને દડવા વચ્ચે ટ્રક વચ્ચે ફોર વ્હીલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો ફોર વ્હીલર આટકોટથી ગોંડલ જતી હતી. ઙ્ગગોંડલથી આટકોટ બાજૂ આવતા ટ્રકઙ્ગ નંબર ઞ્થ્ ૧૪ હ્ર ૬૭૬૫ સાથે ધડાકાભેર અથડાતાં સર્જાયેલા હતો.ઙ્ગ અકસ્માતમાં ફોર વ્હીલર ટાટા ઇન્ડીગો માનજા ઞ્થ્૧૩ઘ્ઘ્૩૩૬૦ ના ચાલક હરેશ વિરજીભાઈ વાસાણી રહે. અમરાપુરનું મોત થયું હતું. ઘટના સ્થળે સાણથલી ની ૧૦૮ ના પાયલોટ સંજયભાઈ સામટ ઈએમ ટીઙ્ગ મેહુલ ભાઈ બિહોરા ઘટના સ્થળે દોડી ગયા હતાં ઘાયલનેઙ્ગ સારવાર માટે જસદણની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો જયાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. ફોર વ્હીલર ટ્રક સાથે અથડાતા ફોરવ્હીલમાંઙ્ગ રહેલામા ઈંગ્લીશ દારૃ પેટીઓ રોડ પર જોવા મળતા પ્યાસીઓ વાયુવેગે પહોંચી ગયા હતા.ઙ્ગ

દારૃના માટે પ્યાસીઓ પણ પહોંચી ગયા હતા. પ્યાસીઓ બોટલોઙ્ગ લઈ ચાલતી પકડી હતી વાત વાયુવેગે પ્રસરી જતાં પ્યાસીઓ પહોંચી ગયા હતા પણ પોલીસ આવી જતાં નિરાશા વ્યાપી ગઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે ફોરવીલ રોંગ સાઈડમાં અથડાઈ હતી. ડ્રાઈવરને કાઢવા માટે ક્રેનનની મદદ લેવી પડી હતી.

ઘટના સ્થળે આટકોટ પોલીસ અને સેવાભાવી લોકો પણ દોડી ગયા હતા. આટકોટ પોલીસે ફોર વ્હીલરમાંથી ૬૦ બોટલ ઈંગ્લીશ દારૃની મળી આવી હતી. ૧૭૨૦૦૦ મુદામાલ કબજે કરવામાં આવ્યો. ફોર વ્હીલરનાં ચાલકસામે ગુના નોંધી તપાસ હાથ ધરી હતી.

(1:16 pm IST)