Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

પ દરોડામાં ૩૬ પતાપ્રેમી પકડાયા

રાજકોટ જીલ્લામાં ભીમ અગિયારસ પૂર્વે જ જૂગારના પાટલા શરૃ : ભાડલાના બોઘરાવદર ગામે ૧૦, જસદણના નવાગામમાં ૮, આટકોટમાં ૪, કોટડાસાંગાણીના હડમતીયાળામાં પ તથા જેતપુરના ચારણીયા ગામે પત્તા ટીંચતા ૯ શખ્સો પકડાયા

જેતપુરના ચારણીયા ગામે જૂગાર રમતા પકડાયેલ શખ્સો નજરે પડે છે. (તસ્વીર : કેતન ઓઝા જેતપુર)

રાજકોટ તા. ૯ :.. ભીમ અગિયારસ પૂર્વે જ ઠેર ઠેર જૂગારના પાટલા શરૃ થઇ ગયા હોય તેમ જીલ્લામાં અલગ અલગ પ દરોડોમાં ૩૬ પતાપ્રેમીઓ પોલીસની ઝપટે ચડી ગયા હતાં.

પ્રથમ દરોડોમાં ભાડલાના બોધરાવદર ગામ-હડમતીયા (ગોલીડા) રોડ તળશીભાઇ શામજીભાઇ મીઠાપરા રહે. બોધરાવદર વાળાના મકાન પાછળ વાડામાં ભાડલાના પો. કો. લાલજીભાઇ સહિતચના સ્ટાફે રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા (૧) ભરતભાઇ તળશીભઇ મીઠાપરા (ર) સાગર તળશીભાઇ મીઠાપરા (૩) નાથા પરસોતમભાઇ ઉગરેજીયા (૪) સુનીલ જાદવભાઇ મીઠાપરા (પ) રવી જાદવભાઇ મીઠાપરા (૬) અમીત દિનેશભાઇ મીઠાપરા (૭) વિજય નાથાભાઇ ઉગરેજીયા (૮) ગોરધનભાઇ મીઠાપરા (૯) વિનોદ રણછોડભાઇ મીઠાપરા રહે. નં. (૧) થી નં. (૯) બોધરાવદર, તા. જસદણ નં. (૧૦) હરેશ માવજીભાઇ મોઢવાણીયા ઉ.વ.૩૦ ધંધો મંજુરી રહે. ચરખા ગામ તા. બાબરાને રોકડા રૃા. ૧૬૦૮૦ તથા ગંજીપત્તા સાથે ઝડપી લીધા હતા.

બીજા દરોડોમાં જસદણના નવાગામ ચૌહાાણને જસદણના હેડ કો. કીરીટભાઇ અનકભાઇ ખાચર સહિતના સ્ટાફે રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા (૧) વાલજી નકાભાઇ વાઘાણી રહે. નવાગામ (ર) મુન્ના ગોવિંદભાઇ બાવળીયા રહે. મોઢુકા તા. વિંછીયા (૩) દિનેશ મકાભાઇ ડાભી રહે. નવાગામ (૪) પ્રવિણ બીજલભાઇ વાઘાણી નવગામ (પ) સુનિલ શંભુભાઇ ગોહિલ રહે. નવગામ (૬) રમેશ શામજીભાઇ સાંકળીયા રહે. અમરાપુર તા. વિંછીયા (૭) રાજેશ સોમાભાઇ ચૌહાણ રહે. નવગામ તથા (૮) રાજા ટપુભાઇ સરલીયા રહે. નવાગામ ને રોકડા રૃા. ર૮,૩પ૦ અને ગંજીપત્તા સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

ત્રીજા દરોડોમાં આટકોટ ગામે કૈલાસનગર વિસ્તારમાં આવેલ સ્વામીનારાયણ વાડીની પાછળ ભાદર નદીના કાંઠે જાહેરમાં જૂગાર રમતા બહાદુર પરસોતમભાઇ સાઢમીયા, અનક ઉર્ફે પવો વિક્રમભાઇ મણદુરીયા, મહેન્દ્ર ઉર્ફે ભુરો બહાદુરભાઇ સાઢમીયા, રહે. બધા આટકોટ, કૈલાશનગર તા. જસદણને રોકડા રૃા. ૧૩,૪૦૦ અને ગંજીપતા સાથે આટકોટના હેડ કો. ગોપાલભાઇ ધાંધલે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

ચોથા દરોડોામાં કોટડાસાંગાણીના હડમતાળા ગામે ચામુડામાના મંદિર પાસે ચોકમાં કોટડાસાંગાણીના હેડ કો. મનોજભાઇ કટેશીયા સહિતના સ્ટાફે રેઇડ કરી જાહેરમાં જૂગાર રમતા શૈલેષ બચુભાઇ સોલંકી, અરવિંદ મુળજીભાઇ બાબરીયા, અશોકભાઇ પમાભાઇ મકવાણા, રમેશ વિનોદભાઇ બાબરીયા ત્થા જયેશ વાલજીભાઇ બાબરીયા રહે. તમામ હડમતાળાને રોકડા રૃા. ર૩,૪૪૦ અને ત્રણ મોબાઇલ મળી કુલ રૃા. ૩૩૯૪૦ સાથે ઝડપી લીધા હતાં.

પાંચમા દરોડોમાં જેતુપર તાલુકા પોલીસના સબ ઈન્સ્પેકટર ટી.બી. જાની સ્ટાફના મનસુખભાઇ રંગપરા, ભુરાભાઇ માલીવાડ, જનકભાઇ મકવાણા, ચેતનભાઇ ઠાકોરને સાથે રાખી નાઇટ પેટ્રોલીંગમાં નીકળેલ તે દરમિયાન બાતમી મળેલ કે ચારણીયા ગામની સીમમાંૈ આવેલા અરવિંદ વશરામભાઇ સાવલીયાની વાડીની ઓરડીમાં જુગારનો અખાડો ચાલુ હોય જે અત્યારે વાડીમાં જુગાર અંગેની રેડ કરતી તીનપતીનો જુગાર રમતા દિનેશ રામજીભાઇ વાડોદરીયા, ઉકા દુદાભાઇ સાવલીયા, ભૂપત રામજીભાઇ રૈયાણી, અમીત નાથાભાઇ ઢોલરીયા, દિલીપ ગોવિંદભાઇ પરમાર, લલીત ઉકાભાઇ રાબડીયા, કિરીટ ગોરધનભાઇ ઠુંમર, રાજેષ વલ્લભભાઇ રાબડીયા (રહે. તમામ ચારણીયા) પંકજ નારણભાઇ કટીર (રહે. ખજુરીગુંદાળા) તે રોકડા રૃા. ૧,૧૬,૧૧૦/- મોબાઇલ નંગ -૮ કિ. ૧૪,પ૦૦ તેમજ બાઇક ૪ કિ. ૧,ર૦,૦૦૦/- મળી કુલ રૃા. ર,પ૧,૧૧૦/- ના મુદ્દામાલ સાથે ૯ શખ્સોને પકડી પાડેલ જયારે વાડી માલીક અરવિંદ વશરામભાઇ સાવલીયા હાજર ન મળી આવતા પોલીસે ૧૦ શખ્સો વિરૃધ્ધ ગુન્હો નોંધી અરવિંદ સાવલીયાને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરેલ.

(1:01 pm IST)