Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

ખંભાળીયાના પૂર્વ ધારાસભ્‍ય કાળુભાઇ ચાવડાની પ્રથમ પુણ્‍યતિથીએ વિવિધ સેવાકીય કાર્યો થયાઃ ૪૦૦ બોટલ રકતદાન

ખંભાળીયા તા. ૯ :.. પૂર્વ ધારાસભ્‍ય સ્‍વ. કાળુભાઇ ચાવડાની પ્રથમ પુણ્‍યતિથીએ તાજેતરમાં અનેક સેવાકીય કાર્યોનું આયોજન થયું હતું. જેમાં મોટી સંખ્‍યામાં લોકો તથા રાજકીય આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતાં.

બે સ્‍થળે રકતદાન કેમ્‍પ

સરકારી હોસ્‍પિટલમાં બ્‍લડ બેંક ઉભી કરવામાં સ્‍વ. કાળુભાઇ ચાવડાનો સિંહફાળો હોય સદ્‌્‌ગતની યાદમાં અહીંના સતવારા જ્ઞાતિવાડી તથા ગણાત્રા હોલ બે સ્‍થળે રકતદાન કેમ્‍પનું આયોજન થયું હતું. જેમાં ખંભાળીયા-જામનગરની ચાર બ્‍લડ બેંકો આવી હતી તથા ૪૦૦ જેટલી બોટલ રકતદાન એકઠું થયું હતું.

વિવિધ રોગ નિદાન કેમ્‍પ

એમ. એલ. એમ. ડી. તથા નિષ્‍ણાંત ડોકટરોનો વિવિધ રોગ નિદાન કેમ્‍પ પણ સવારથી સાંજ સુધી ચાલ્‍યો હતો જેમાં ૩પ૦ જેટલા દર્દીઓએ લાભ લીધો હતો.

કુપોષીત બાળકોને

કીટ વિતરણ

સરકારી ચોપડે નોંધાયેલ ૧૧૦ કુપોષિત બાળકોને કીટ વિતરણ કરવામાં આવ્‍યું હતું જેમાં ૧પ બાળકોને સ્‍થળ પર તથા બાકીના બાળકોને પોષણની કીટ ઘેર મળે તેવી વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી.

હોસ્‍પિટલમાં ફ્રુટ વિતરણ

શ્રધ્‍ધાંજલિના ભાગરૂપે સરકારી હોસ્‍પિટલમાં તમામ વોર્ડમાં દર્દીઓને ફ્રુટનું વિતરણ પણ કરવામાં આવ્‍યું હતું.

લોકડાયરો - મહાપ્રસાદ

સતવારા જ્ઞાતિની નવી વાડી બજાણા રોડ  રાત્રે લોકડાયરો માયાભાઇ આહિર તથા લાખણશીભાઇ ગઢવી, લખમણભાઇ તોળીયાનો યોજાયો હતો. જેમાં હજારોની સંખ્‍યામાં લોકો ઉમટયા હતા ત્‍થા પ્રસાદીનો પણ લાભ લીધો હતો.

સ્‍વ. કાળુભાઇ ચાવડા પરિવારના કાનાભાઇ ચાવડા, ગોવિંદભાઇ ચાવડા, પ્રભાત કાળુભાઇ ચાવડા તથા જયેશભાઇ ચાવડા, પરિવાર આયોજિત આ તમામ સ્‍મરણાંજલિ કાર્યક્રમોમાં ભાજપના રાજય મહામંત્રી રત્‍નાકરજી, મહામંત્રી તથા સાંસદ વિનોદભાઇ ચાવડા, સાંસદ પૂનમબેન માડમ, અગ્રણીઓ ભીખુભાઇ વારોતરીયા, રઘુભાઇ હુંબલ ભાજપ રાજયમંત્રી, ભાજપ જિલ્લા પ્રમુખ ખીમભાઇ જોગલ, પૂર્વ સાંસદ ચંદ્રેશભાઇ પટેલ, પૂર્વ મંત્રીશ્રી મુળુભાઇ બેરા, ડો. રણમલભાઇ વારોતરીયા, ભીખુભાઇ વારોતરીયા, રાજય યુવા ભાજપ પ્રમુખ પ્રશાંતભાઇ કોરાટ, જામનગર ભાજપ અગ્રણી મેરામણભાઇ ભાટુ, પૂર્વ રાજય ભાજપ પ્રમુખ આર. સી. ફળદુ, ભાજપના મહામંત્રીઓ મયુરભાઇ ગઢવી, શૈલેષભાઇ કણઝારીયા, યુવરાજસિંહ વાઢેર, મશરીભાઇ નંદાણીયા સહિતના કાર્યકરો ઉપસ્‍થિત રહ્યા હતા તથા કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.

(12:55 pm IST)