Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

જામનગરમાં સરકારી ગુરુ ગોવિંદસિંહ હોસ્‍પિટલ ખાતે તબીબો પર હૂમલોના ઘેરા પ્રત્‍યાઘાતોઃ પોલીસ તપાસ નહીં થાય તો ડોકટરો કાલથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરશે

જામનગરઃ જામનગરમાં સરકારી ગુરુ ગોવિંદસિંહ હોસ્‍પિટલ ખાતે તબીબો પર હૂમલાના ઘેરા પ્રત્‍યાઘાતો પડયા છે. સાડા સાતથી આઠ હજાર લોકોની ભીડ ધરાવતી સૌરાષ્ટ્રની સૌથી મોટી અને રાજયની બીજા ક્રમની જી જી હોસ્‍પિટલમાં ગઈકાલે તબીબો પર દર્દીના સગાએ હુમલો કર્યો હતો જે ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્‍યા છે. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા ડોક્‍ટર ને હાલ સારવાર અપાઈ રહી છે ત્‍યારે જ બીજી તરફ હોસ્‍પિટલના અન્‍ય તબીબો મિટિંગ કરીને ડીનને મળવા પહોંચ્‍યા છે અને આવેદનપત્ર આપી ફરજમાં રૂકાવટ સિવાયની ડોક્‍ટરને ગંભીર રીતે ઘાયલ કરવા અંગેની વિવિધ કલમો લગાવી કેસ મજબૂત કરવાની માગણી કરી છે. જોકે આ સમગ્ર મુદ્દે પોલીસ તપાસ નહીં થાય તો ડોક્‍ટરો આવતી કાલથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરશે તેવી ચીમકી પણ આપી છે.(અહેવાલઃ મુકુંદ બદિયાણી,તસવીરઃ  કિંજલ કારસરીયા, જામનગર)

(12:55 pm IST)