Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

સાવરકુંડલાની શાખા બેંક ઓફ બરોડામાં ગ્રાહકોને પાસ બુકમાં એન્ટ્રી પડાવવા ભારે હાલાકી

કર્મચારીઓ ગ્રાહકોને સરખો જવાબ ન આપતા હોવાનો આક્ષેપ

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા.૯: બેંક ઓફ બરોડા શાખામાં ગ્રાહકો ને પાસ બુક માં એન્ટ્રી પડાવી માટે ભારે હાલાકી ભોગવી પડે છે કારણ કર એન્ટ્રી મશીન બંધ હોવાના કારણે આ અંગેના માળતા અહેવાલ કે સાવરકુંડલા ખાતે આવેલ બેંક ઓફ બરોડામાં ગ્રાહકોને પાસ બુકમાં એન્ટ્રી પડવાવાનું મશીન બંધ હોવાના કારણે પાસ બુક માં એન્ટ્રી પડતી નથી અને પાસ બુકમાં એન્ટ્રી પડાવવા માટે બેંક ઓફ બરોડામાં બીજી કોઈ વ્યવસ્થા પણ ન હોવાનું જાણવા મળેલ છે.

આ અંગે ગ્રાહકો બેક કર્મચારીઓને પૂછે  છે તો એવો જવાબ મળે છે કે ખબર નથી કેટલા દિવસે ચાલુ થશે તમારે એન્ટ્રી પડાવી હોય તો અમરેલી અથવા રાજકોટ જાવું પડશે આ છે બેંક ઓફ બરોડા સાવરકુંડલા શાખાની હાલત બેંક ઓફ બરોડા શાખા માં ગ્રાહકો ની પાસ બુકમાં એન્ટ્રી પડે તેવી વ્યવસ્થા નો હોય તો પછી બીજી શુ વ્યવસ્થા હશે ?તેવો કચવાટ ગ્રાહકોમાં થવા લાગ્યો છે.

ગ્રાહકોની સમસ્યાનો ઉકેલ લાવવા  બેંક ઓફ બરોડા શાખા વાળાઓ તત્કાલિક ધોરણે વ્યવસ્થા ઉભી કરી તેવી માંગ ગ્રાહક વર્ગ માંથી ઉઠવા પામી છે.

(12:59 pm IST)