Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

પોરબંદર બક્ષીપંચ મોરચાની મીટીંગ મળી

પોરબંદર : જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આગામી કાર્યક્રમોની તૈયારી રૂપે જિલ્લા બક્ષીપંચ મોરચાની મીટીંગનું આયોજન થયેલ. જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઇ મોઢવાડિયાએ આગામી કાર્યક્રમના આયોજન વિશે ચર્ચા કરેલ. મિટિંગમાં પ્રદેશ બક્ષીપંચ મોરચા કારોબારી સભ્‍ય પિન્‍ટુભાઇ ભાદ્રેચા, જિલ્લા બક્ષીપંચ મોરચા પ્રમુખ લખમણભાઇ કારાવદરા તેમજ બક્ષીપંચ મોરચાના ભાઇઓએ હાજરી આપેલ હતી. બક્ષીપંચ મિટીંગ મળી તે તસ્‍વીર.

(12:59 pm IST)