Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

પોરબંદરમાં લમ્‍પી વાયરસના નવા ૩ કેસ

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા. ૯ : લમ્‍પી વાયરસનું પશુઓમાં સંક્રમણ વધતા નવા ૩ કેસ લમ્‍પી વાયરસના આવ્‍યાં છે અને લમ્‍પી વાયરસના કુલ કેસની સંખ્‍યા ર૮ પહોંચી છે.

લમ્‍પી વાયરસની અઠવાડીયા પહેલા ર ગૌવંશના મૃત્‍યુ થયેલ અને ત્‍યારબાદ લમ્‍પી વાયરસ સંક્રમણના નવા ૪ કેસ આવ્‍યાં. જી.આઇ.ડી.સી.માં ઉભો કરેલ આઇશોલેશન વોર્ડમાં લમ્‍પી વાયરસ સંક્રમિત થયેલ પશુઓને સારવાર અપાઇ રહી છે. પશુપાલન વિભાગ દ્વારા ઇન્‍દ્રેશ્વર ગૌશાળામાં ૮૦ પશુઓને રસીકરણ કરવામાં આવ્‍યું છે. પાલિકા દ્વારા શહેરમાં સફાઇ અંગેના પોકળ દાવા થઇ રહેલ છે. પヘમિ વિસ્‍તારમાં કે જયાં વધુ રખડતા ઢોર પડયા રહે છે ત્‍યાં પાલિકા દ્વારા જંતુનાશક દવા છંટકાવ કે સફાઇ નહીં થતાની ફરીયાદો ઉઠી છે.

(1:02 pm IST)