Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

મોરબી હોસ્પિટલમાં ગાયનેકોલોજીસ્ટ, રેડિયોલોજીસ્ટ અને જનરલ સર્જનની નિમણુક

મંત્રી બ્રિજેશ મેરજાના સઘન પ્રયાસોથી ખાલી જગ્યાઓ ભરાઈ

  મોરબી,તા.૯ :  મોરબીની સિવિલ હોસ્પિટલમાં ગાયનેકોલોજીસ્ટ, જનરલ સર્જન સહિતની ખાલી જગ્યાઓ ભરવા માટે અનેક રજૂઆત કરવામાં આવી હતી જે મામલે મંત્રી બ્રિજેશ મેરજાના સઘન પ્રયાસોથી ખાલી જગ્યાઓ ભરવામાં આવી છે અને તજજ્ઞ ડોકટરોની નિમણુકના ઓર્ડર કરવામાં આવ્યા છે જેથી મોરબીવાસીઓને હવે આરોગ્ય સુવિધામાં વધારો થશે

મોરબીમાં સિવિલ હોસ્પિટલમાં જુદા જુદા -કારના તજજ્ઞ-ડોકટરોની વર્ગ-૧ની ખાલી જગ્યાઓ ભરાય તે માટે મોરબી, માળીયા(મી)ના ધારાસભ્ય અને મંત્રી બ્રિજેશ મેરજા સતત આરોગ્ય મંત્રી સમક્ષ રજૂઆત અને ફોલો-અપ કરતાં રહયા હતાં. તેના પરિણામ સ્વરૃપે મોરબી સરકારી હોસ્પિટલમાં ગાયનેકોલોજીસ્ટ વર્ગ-૧ તરીકે ડો.મિરલ આદ્રોજા, જનરલ સર્જન તરીકે ડો.યશ પટેલ તથા રેડીયોલોજીસ્ટ વર્ગ-૧ તરીકે ડો.હર્ષિલ અઘેરાની નિમણૂકોના હુકમો કરી દેવામાં આવ્યા છે. આમ, તજજ્ઞ વર્ગ-૧ના ડોકટરોની સેવાઓ મોરબી સરકારી હોસ્પિટલમાં ઉપલબ્ધ કરાયેલ છે.

હાલ ઓર્થોપેડિક સર્જન તરીકે સી.એમ.સેતુ યોજના હેઠળ ભરતી કરવામાં આવી છે. હવે  મોરબી સિવિલ હોસ્પિટલની વર્ગ-૧ના તજજ્ઞ ડોકટરો તથા વર્ગ-૨ના મેડીકલ ઓફિસરોની ૯૦ ટકા જેટલી જગ્યાઓ ભરાય ગયેલ છે. જેનો લાભ સિવિલ હોસ્પિટલમાં આવતાં ગરીબ અને જરૃરીયાતમંદ દર્દીઓને સમયસર સારી સારવાર આવાં તજજ્ઞ વર્ગ-૧ ડોકટરો મારફત મળે તે માટે સતત ચિંતા સેવીને બ્રિજેશ મેરજાએ આ જગ્યાઓ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ભરાય તે માટે જે જહેમત ઉઠાવી હતી તે ફળી છે. આ મુદ્દે મંત્રી બ્રિજેશ મેરજાએ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનો પણ આભાર માન્યો હતો.

(1:03 pm IST)