Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

જૂનાગઢના એસટી બસ સ્‍ટેશનના પાર્કીંગમાંથી મોટર સાયકલની ચોરી

કેશોદમાંથી છકડો રીક્ષા ચોરાઇ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ,તા.૯ : જૂનાગઢના એસટીબસ સ્‍ટેશનના પાર્કીંગમાંથી મોટર સાયકલની ચોરી થવાની પોલીસમાં ફરિયાદ થઇ છે.

જૂનાગઢ તાલુકાના બગડુ ગામના ઉમેશભાઇ કરશનભાઇ બામરોલીયા ગત તા. ૩૧ મેના રોજ પોતાનું જીજે-૧૧-બીએલ-૫૮૬૨ નંબરનું બાઇક જૂનાગઢના એસટી બસ સ્‍ટેશનના પાર્કીંગમાં પાર્ક કરી કામ સબબ પોરબંદર ગયા હતા.

ત્‍યારે પાછળથી બસ સ્‍ટેશનના પાર્કીંગમાંથી ઉમેશભાઇનું રૂા. ૨૫ હજારની કિંમતનું મોટર સાયકલ ચોરાઇ ગયું હતું.

આ અંગેની ફરિયાદનાં આધારે બી ડીવીઝનના પીએસઆઇ જે.એચ.કછોટે તપાસ હાથ ધરી છે.

રીક્ષા ચોરાઇ

કેશોદની મંગલધામ સોસાયટીમાં રહેતા લાખાભાઇ ભુરાભાઇ ડાંગરની રૂા. ૨૫ હજારની કિંમતની જીજે-૧૦-ટી-૯૦૬૦ નંબરની છકડો રીક્ષા તેમના મકાન પાસેથી ચોરાઇ ગઇ હોવાની કેશોદ પોલીસમાં ફરિયાદ થઇ છે.

(1:04 pm IST)