Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

જુનાગઢ મુસ્‍લિમ સમુદાય દ્વારા સમુદાયના વિકાસ અને સુરક્ષા વધારવા રજૂઆત

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢઃ તા.૯ ખલ્‍કે ઇલાહી ન્‍યાય પરિષદ દ્વારા રાષ્‍ટ્રપતિને લેખિત રજૂઆત દ્વારા ભારતના મુસ્‍લિમ સમુદાય માટે વિકાસ અને સુરક્ષાના પગલા લેવા બાબતે અપીલ કરી હતી.દેશ આઝાદ થયા બાદ કટ્ટરવાદી લોકોને કારણે મુસ્‍લીમોને અન્‍યાય થતો હોય તેવું લાગી રહ્યુ છે. જેથી દેશની એકતા અખંડતા અને અસમાનતા જાળવી રાખવા મુસ્‍લિમ અને દલિતોને લગતા ધારાઓમાં સુધારા કરી તેમના વિકાસને વેગવાન બનાવવાની અપીલ અધ્‍યક્ષ યુસુફ એચ.મલેક દ્વારા કરાઇ હતી.

(1:05 pm IST)