Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

સરવડ-મોટાભેલા અને ભાવપરને જોડતા નવા ડામર રોડનું કામ નબળું થયાનો આક્ષેપ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા.૯: માળીયા તાલુકાના સરવડ-મોટાભેલા અને ભાવપરને જોડતા નવા ડામર રોડનું કામ નબળું થયાનો આક્ષેપ ઉઠ્યો છે. નવા ડામર રોડનું કામ બે મહિના થવા છતાં પૂરું ન થતા અને કામ નબળું થયું હોવાથી યોગ્ય તપાસ કરાવી જેતે એજન્સીના બીલો રોકવાની માંગ સાથે ગામના જાગૃત નાગરિક સ૨ડવા છગનભાઇ શિવાભાઇએ માર્ગ અને મકાન વિભાગનાનાયબ કાર્યપાલક ઇજનેરને રજુઆત કરી છે.

રજુઆતમાં જણાવ્યું હતું કે, સ૨વડ-મોટાભેલા-ભાવ૫૨ ગામનો ૯ કિ.મી. રોડના નવા બનાવેલ ડામ૨ પટ્ટીના કામકાજમાં લીધેલ સમયગાળો ગ્રીનીઝ બુકમાં (વર્લ્ડ રેકોર્ડ બુકમાં) સ્થાન પામે તેમ છે. કારણ કે, આ ૯ કિ.મી. ના ડામર રોડનું કામ કરવામાં બે મહિના કરતા વધુ સમય ગાળો થવા છતા આજ સુધી આ કામ પૂર્ણ થયેલ નથી જેના કારણે આ સમય દરમ્યાન ભાવ૫૨ મોટાભેલા ના -જાજનો ને આવવા જવા માટે બંધ રહેતા વાહન વ્યવહારમાં તેમજઆ ગામમાં આવતી જતી ગુજરાત એસ.ટી.ના રૃટો પણ બંધ રહેતા આ બંને ગામના પ્રજાજનોને પારાવાર મુશ્કેલી નો સામનો કરવો પડે છે.

વધુમાં જણાવ્યું હતું કે, આ રોડનું નવીનીકરણ ડામર કામ ભાવ૫૨ ગામથી ગત તા. ૪ એપ્રિલથી શરૃ કરેલ જે આજની તારીખ સુધી પૂર્ણ થયેલ નથી. તો એના પરથી તમે નકકી ક૨ી શકશો કે આ રોડનું કામકાજ કેવું થયું હશે. ભાવ૫૨થી મોટાભેલા સુધી ૪ કી.મી.નું કામકાજ પ્રમાણમાં સારૃ કરેલ છે. પણ મોટાભેલા થી સરવડ કી.મી. ના ડામર કામ તેમજ માટી કામમાં લોટ પાણીને લાકડા જેવું કરેલ છે. તો તમોએ આપેલા દિશા નિર્દેશ (એસ્ટીમેન્ટ) મુજબની કામગીરી થયેલ નથી. તો આ કામ કરનાર એજન્સી(કોન્ટ્રાકટરે) કરેલ નબળા કામગીરીની તપાસ કરાવી તેમના કામના બીલો રોકવા જોઇએ તો આ બાબતે યોગ્ય તપાસ કરાવી ને યોગ્ય ન્યાય આપવાની માંગ કરી છે.

(1:09 pm IST)