Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

મોરબી નેશનલ હાઇવે ઉપર વળાંક લેતા બાઇકને ટ્રકે ઉલાળતા પ્રૌઢનું મોત

ઉમીયાનગરમાં પાણીના ટાંકામાં પડી જતા આધેડ રસીકભાઇ વામજાનું મોત

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા. ૯: મોરબીમાં મહેન્‍દ્રનગર થી નેશનલ હાઈવે તરફ જતા રોડ ઉપર ટ્રક અને બાઈક વચ્‍ચે અકસ્‍માત સર્જાયો હતો. જેમાં વળાંક લેતા બાઈકને ટ્રકે અડફેટે લેતા બાઈક ચાલક પ્રૌઢનું મોત થયું હતું.

મળતકના પુત્ર જયદીપભાઈ ચંદુભાઈ સંઘાણીએ પોલીસ ફરિયાદમાં જણાવ્‍યું હતું કે,મહેન્‍દ્રનગર થી નેશનલ હાઈવે તરફ જતા રોડ ઉપર,નીલકંઠ સોસાયટી સામે આરોપી ટ્રક રજી.નં.જી.જે.૧૨ એ.યુ.૮૧૨૩ ના ચાલકે પોતાની ટ્રક પુરઝડપે હંકારીને આવી રહ્યો હતો. એ સમયે તેમના પિતા ચંદુભાઈ (ઉ.વ.૫૫) સી.ડી. ડીલક્‍સ મોટર સાયકલ રજી.નં.જી.જે.૧૩ એમ.એમ.૬૭૮૯ નો વળાંક લેતા હતા. તેને ટ્રકે સાઈડેથી અડફેટે લઈ શરીરે તથા માથાના ભાગે ગંભીર ઇજા પહોચાડી હતી અને ટ્રક ચાલક તેની ટ્રક લઈ નાસી ગયો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા ચંદુભાઈને હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા. જ્‍યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્‍યું હતું. બનાવ અંગે મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ગુન્‍હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.  

 

(1:10 pm IST)