Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

ખંભાળિયામાં મૃતક વ્‍યકિતને જીવીત બતાવીને લાખો રૂપિયાનો વિમો પકાવવાના કૌભાંડનો પર્દાફાશ

દેવભુમી દ્વારકા એસઓજી ટીમે ૪ શખ્‍સોને ઝડપી લીધા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા.૯ : પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંહ રાજકોટ વિભાગ રાજકોટ તેમજ દેવભુમી દ્વારકા જિલ્લાના અધિક્ષક શ્રી નિતેશ પાંડયે તથા વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક હિરેન્‍દ્ર ચૌધરી દ્વારા દેવભુમી દ્વારકા જિલ્લામાં કાયદો અને વ્‍યવસ્‍થા બની રહે તેમજ વિવિધ પ્રકારના ગુન્‍હાઓ આચરતા આરોપીઓને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા પી.સી. શીંગરખીયા ઇન્‍ચા. પોલીસ ઇન્‍સ્‍પેકટર એસઓજી દેવભુમી દ્વારકાનાઓનેજરૂરી સુચનાઓ તથા માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતુ.

રિલાયન્‍સ નિપ્‍પોન કંપનીના શ્રી વાસુદેવભાઇ દિંગબરભાઇ પુડલીક તિકમ સીનીયર એકઝીકયુટીવ (રિલાયન્‍સ નીપોન લાઇફ ઇન્‍સ્‍યોરન્‍સ લી.મી. રહે. બાંદ્રા કુરલા કોમ્‍પ્‍લેકસ, બાંદ્રા (પુર્વ) મુંબઇ વાળાએ કંપનીના એજન્‍ટ અરજણલાલ ભીખાભાઇ આંબલીયા રહે. શેઢા ભાડથર તા. જામ ખંભાળિયા જિ. દેવભુમી દ્વારકા અને બ્રાન્‍ચ મેનેજર ઉમેશભાઇ નરશીભાઇ સંચાણીયા રહે. ાજમનગર સમર્પણ હોસ્‍પિીટલની બાજુમાં જિ. જામનગર વિરૂધ્‍ધ અરજી કરવામાં આવેલ હોય કે જેમાં સ્‍વ. નથુભાઇ ગીગાભાઇ ઓડેદરા રહે. શેઢા ભાડથર વાડી વિસ્‍તાર તા. ખંભાળિયા વાળા  અવસાન પામેલ હોય તેમ છતા તેની ઇન્‍સ્‍યોરન્‍સ પોલીસી ઉતારી વિમો પકવવા માટે કલેઇમ કરવામાં  આવેલ જેની એસઓજીના એએસઆઇ હરદેવસિંહ જાડેજા દ્વારા સચોટ તપાસ કરી ખંભાળિયા પોલીસ સ્‍ટેશન ખાતે જામ ખંભાળિયા પોલીસ સ્‍ટેશન ગુન્‍હો દાખલ કરાયો હતો. વધુ તપાસ પી.સી. સીંગરખીયા ઇન્‍ચા. પોલીસ ઇન્‍સ્‍પેકટર એસ.ઓ.જી.ે દેવભુમી દ્વારકાઓને સોંપવામાં આવેલ એસઓજીની અલગ અલગ ટીમો બનાવી ગણતરી સમયમાં ગુનામાં સંડોવાયેલ આરોપીઓને શોધી વધુ તપાસ હાથ ધરવામાં આવેલ. તપાસ દરમિયાન જાણવા મળેલ કે નથુભાઇ ગીગાભાઇ ઓડેદરા રહે. શેઢા ભાડથર વાડી વિસ્‍તાર તા.ખંભાળિયા વાળા વર્ષ ર૦૧૧માં અવસાન પામેલ હતા. જેના સંતાન મેરામણભાઇ નથુભાઇ ઓડેદરા રહે. હાલ શેઢા ભાડથર ગામ તા. જામખંભાળિયા જિ. દેવભુમી દ્વારકા અને મેનેજર ઉમેશભાઇ નરશીભાઇ સંચાણીયા રહે. જામનગર સમર્પણ હોસ્‍પિટલની બાજુમાં જિ. જામનગર સાથે મળી વર્ષ ર૦૧પમાં આ સ્‍વ. નથુભાઇ ગીગાભાઇ ઓડેદરાની નવી વિમા પોલીસી ઉતારી રૂા.૩,૮ર,૩૦૦નો વીમો ઉતારેલ અને વર્ષ ર૦૧૮માં ખોટો મરણનો દાખલો આપી ઇન્‍સ્‍યોરન્‍સ માટે કલેઇમ કરવામાં આવેલ. વધુ તપાસ કરતા ધ્‍યાનમાં આવેલ કે આવી જ રીતે મેનેજર અને એજન્‍ટ દ્વારા અવસાન બાદ સ્‍વ. માલીબેન મશરીભાઇ ભોચીયા રહે. ધતુરીયા, તા. કલ્‍યાણપુર જિ. દેવભુમી દ્વારકાનો રૂપિયા ૪,૯૯,૦૦૦નો વિમો અને સ્‍વ. રવિકુમાર અરશીભાઇ બોદર રહે. કેશોદ વાડી વિસ્‍તાર, તા. જામખંભાળિયા જિ. દેવભુમી દ્વારકા વાળાને રૂપિયા ૧,૭૪,૦૦૦નો વિમો ઉતારી ઇન્‍સ્‍યોરન્‍સ માટે કલેઇમ કરવામાં આવેલ ઉપરોકત મગુનાની આગળની વધુ તપાસ શ્રી પી.સી.શીંગરખીયા ઇન્‍ચા. પોલીસ ઇન્‍સ્‍પેકટર સ્‍પેશ્‍યલ ઓપરેશન ગ્રુપ  દેવભુમી દ્વારકા દ્વારા કરવામાં આવી રહેલ છે.

 પોલીસે ઉમેશભાઇ નરશીભાઇ સંચાણીયા રહે.જામનગર સમર્પણ હોસ્‍પિટલની બાજુમાં જિ. જામનગર (મેનેજર) અરજણભાઇ ભીખાભાઇ આંબલીયા રહે. શેઢા ભાડથર તા. જામખંભાળિયા જિ. દેવભુમી દ્વારકા (એજન્‍ટ) મેરામણભાઇ નથુભા ઓડેદરા રહે. હાલ શેઢા ભાડથર ગામ તા. જામખંભાળિયા જિ. દેવભુમી દ્વારા મશરીભાઇ ભોચીયા રહે. ધતુરીયા ગામ વાડી ઝડપી લઇને કાર્યવાહી હાથ ધરી છે.

(2:22 pm IST)