Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

જામનગરમાં યુવક સાથે લગ્ન કરી રૂા.ર.ર૦ લાખની મતા લઈ દુલ્‍હન નાસી ગઈ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૯: સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં સાગરભાઈ સદાશિવભાઈ મહારનવર , ઉ.વ.ર૮, રે. બેડેશ્‍વર કાપડ મીલની ચાલી, ગરબી ચોકએ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૭-૧-ર૦રરના આરોપી શુભાંગીબેન પ્રભાકરણભાઈ શીંદે એ ફરીયાદી સાગરભાઈ સાથે લગ્ન ડેકલેરેશન નોટરી કરાર કરી કાયદેસરના લગ્ન કરવાનું જણાવી લગ્નગ્રંથી થી જોડાઈ સાથે રહેવાનું કહી ફરીયાદી સાગરભાઈ પાસે લગ્ન ખર્ચ પેટે રોકડા રૂ.૧,૮૦,૦૦૦/- મેળવી તેમજ આરોપી શુભાંગીબેન એ ફરીયાદી સાગરના રહેણાક મકાનના કબાટમાં રાખેલ રોકડા રૂ.૪૦,૦૦૦/- તથા સોનાના ઘરેણા જેમા મંગળસુત્ર, સોનાની વીટી, નાકનો દાણો વિગેરે લઈ નાશી જઈ ફરીયાદી સાગરભાઈ સાથે આરોપીઓ શુભાંગીબેન પ્રભાકરણભાઈ શીંદે, આશાબેન સુરેશભાઈ ભોરે, પ્રકાશભાઈ ધરમશીભાઈ મારૂ, સંગીતાબેન ઉર્ફે સુધાબેન જીતેન્‍દ્રભાઈ ભાટી, વિષ્‍ણુભાઈ એ ગુનાહીત કાવતરૂ રચી છેતરપીડી કરી વિશ્‍વાસઘાત કરી એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ છે.

વર્લીમટકાના આંકડા લખતો ઝડપાયો

સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. મયુરાજસિંહ જયેન્‍દ્રસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૮-૬-ર૦રરના નવાગામ ઘેડ હનુમાન ચોક પાસે, આરોપી પ્રતિક કિર્તીભાઈ વગાસીયા વર્લીમટકાના આંકડા લખી લખાવી પૈસાની હારજીત કરી રોકડા રૂ.પ૦૦/- તથા એક ઓપો કંપનીનો મોબાઈલ ફોન નંગ-૧, કિંમત રૂ.પ,૦૦૦/- મળી કુલ રૂ.પ,પ૦૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

મર્ડરના કેસમાં સાક્ષી મહિલાને મારી નાખવાની ધમકી

સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં શીલાબેન રમેશભાઈ કાનજીભાઈ ઢાપા, ઉ.વ.૪૦, રે. નાગેશ્‍વર પાર્ક શેરી નં.૩, નાગનાથ રોડ એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૮-૬-ર૦રરના નાગેશ્‍વર, ગણપતીના મંદિર પાસે ફરીયાદી શીલાબેનના દિયર વિજયભાનું આજથી પાચેક વર્ષ પહેલા હિતેશ નરશી બાંભણીયાએ મર્ડર કરેલ હોય જેનો કોર્ટમાં કેસ ચાલુ હોય તે કેસમાં ફરીયાદી શીલાબેન સાક્ષી તરીકે જુબાની આપવા જતા હોય જેનો ખાર રાખી આરોપી હિતેશ ડોણાસીયા એ ફરીયાદી શીલાબેનને જેમ ફાવે તેમ ગાળો બોલી ફરીયાદી શીલાબેનને ડાબા હાથની આંગળીમાં લાકડાના ધોકાનો ઘા મારી મુંઢ ઈજા કરી તથા ફરીયાદી શીલાબેનના ડાબા હાથની આંગળીમાં લાકડાના ધોકાનો ઘા મારી મુંઢ ઈજા કરી તથા ફરીયાદી શીલાબેનના દિકરા હિતેષને આરોપી અજાણ્‍યા ઈસમે ગાલમાં ઝાપટો મારી અને ફરીયાદી શીલાબેનને મર્ડરના કેસમાં કોર્ટમાં જુબાની આપવાની ના પાડી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

જુની અદાવતનો ખાર રાખી માર માર્યો

સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કમાભાઈ કાનાભાઈ રાઠોડ, ઉ.વ.૬૦, રે. ધરારનગર-ર, હનુમાન દાદાના મંદિર પાસે, ગફારભાઈ ની દુકાન સામે, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૮-૬-ર૦રરના શરૂ સેકશન રોડ, આશાપુરા હોટલ બાજુમાં આવેલ શેરીના રોડ પર ફરીયાદી કમાભાઈ તથા તેના પત્‍ની લાભુબેન તથા તેના દિકરા મુનેશ સાથે ભંગારની ફેરીમાં જતા હોય તે દરમ્‍યાન  આરોપી પરસોતમભાઈ કાનાભાઈ રાઠોડ, અજય પરસોતમભાઈ રાઠોડ ગજી પરસોતમભાઈ ભાઈ રાઠોડ, મેરુ પરસોતમભાઈ રાઠોડ એ ફરીયાદી કમાભાઈ પાસે આવી કહેલ કે તારા દિકરા જુના દિકરા તથા મારા દિકરા ના દિકરા વચ્‍ચે ઝઘડો થયેલ તે બાબતે કેમ સમાધાન કરતો નથી તેમ કહી ભુંડી ગાળો કાઢી આરોપી અજય તથા ગજી એ ફરીયાદી કમાભાઈના દિકરા મુનેશને ઢીકાપાટુનો માર મારી તથા આરોપી પરસોતમભાઈ એ ફરીયાદી કમાભાઈના પત્‍ની લાભબેનને ઢીકાપાટુનો માર મારી તથા આરોપી મેરુ એ ફરીયાદી કમાભાઈને લોખંડના પાઈપ વડે એક ઘા ડાબી બાજુ કપાળના ભાગે મારી સારવારના સાતેક ટાકાની ઈજા પહોંચાડી ફરીયાદી કમાભાઈને આરોપી પરસોતમએ જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનામાં એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ છે.

સિકકા ગામેથી મોટરસાયકલ ચોરાયું

મેઘપર પોલીસ સ્‍ટેશનમાં ઓસમાણભાઈ આદમભાઈ કુંગડા, ઉ.વ.૩૦, રે. સિકકા ગામવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૮-૬-ર૦રરના ફરીયાદી ઓસમાણભાઈની માલિકીનું બ્‍લેક કલરનું સ્‍પેલન્‍ડર પ્‍લસ કંપનીનું મોટર સાયકલ જેના આર.ટી.ઓ. નં. જી.જે.-૧૦-બી.એલ.-૬૬૩૯ નું કોઈ અજાણ્‍યો ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

ખોડીયાર કોલોનીમાંથી મોટરસાયકલ ચોરાયું

સીટી સી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં વિશાલભાઈ રવજીભાઈ છૈયા, ઉ.વ.૩૧, રે. ખોડીયાર કોલોની રાજ ચેમ્‍બરની પાછળ, કો-ઓપરેટીવી બેંકવાળી શેરીએ ફરીયાદ નોંધાવી છે કે, તા.૬-૬-ર૦રરના ફરીયાદી વિશાલભાઈનું કાળા કલરનું લાલ તથા બ્‍લુ કલરના પટ્ટાવાળુ મોરટસાયકલ જેના રજી.નં. જી.જે.-૧૦-એ.જી.-૭૦પ૩, કિંમત રૂ.૧૦,૦૦૦/- નું કોઈ ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

જમીન બાબતે બે ભાઈઓ બાખડયા

જોડીયા પોલીસ સ્‍ટેશનમાં ભુપતસિંહ ચંદુભા જાડેજા, ઉ.વ.૪૦, રે. ટીંબડી ગામ વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૮-૬-ર૦રરના ફરીયાદી ભુપતસિંહ તથા આરોપી ઘનશ્‍યામસિંહ ચંદુભા જાડેજા બંન્‍ને ભાઈઓ વચ્‍ચે જમીનના ભાગ બાબતે  ભુપતસિંહ એ કહેલ કે ભીમકટા ગામની જમીનના ભાગ બાબતે ની વાત કરતા ઘનશ્‍યામસિંહ એકદમ ઉશ્‍કેરાઈ જઈ અને સાંતી મા લગાવી રાપ વડે માથામા તથા જમણા હાથની આંગળીમા ઘા મારતા ઈજા કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાને મદદગારી કરી ગુનો કરેલ છે.

ઘોડીપાસાનો જુગાર રમતા બે ઝડપાયા

સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. ધર્મેન્‍દ્રસિંહ નટુભા જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૮-૬-ર૦રરના નાગનાથ ગેઈટ પાસે આરોપી અલ્‍તાફ ઈબ્રાહીમ શેરવાની, દિપકભાઈ પરસોતમભાઈ ચાવલીયા એ ઘોડીપાસાનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્‍યાન રોકડા રકમ રૂ.૧૭,૬પ૦/- સાથે ઝડપાઈ ગયેલ છે.

બેભાન થઈ જતા યુવાનનું મોત

અહીં દિ.પ્‍લોટ આશાપુરા મંદિર પાછળ, જલેશ્‍વરી વસ્‍તુ ભંડારની બાજુમાં રહેતા ધવલ રાજેશભાઈ ગૌરી, ઉ.વ.ર૧ એ સીટી ભએભ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૮-૬-ર૦રરના આ કામે મરણજનાર મુળજીભાઈ જેરામભાઈ ગોરી, ઉ.વ.૪ર પોતાના ઘરે હાજર હતા ત્‍યારે અચાનક બેભાન થઈ જતા સારવાર અર્થે ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સમાં બોલાવી તેમાં જી.જી.હોસ્‍પિટલ ખાતે બેભાન હાલતમાં લઈ જતા ત્‍યાં ફરજ પરના ડોકટરે તપાસી મરણ ગયેલનું જાહેર કરેલ છે.

ગભરામણ થતા મહિલાનું મોત

જામનગર જિલ્લાના નાની લાખાણી ગામે રહેતા હરદેવંિસંહ હકુભા જાડેજા, ઉ.વ.૩૧ એ પંચ ભએભ પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, ત.૭-૬-ર૦રરના મરણજનાર નીતાબેન હરદેવસિંહ જાડેજા, ઉ.વ.૩૦ ને મોઢા પર પરસેવો તથા જોર જોરથી ઉધરશ તથા છાતીમાં ગભરામણ થવા લાગતા તેને સારવાર માટે ધ્રોલ સી.એચ.સી. સેન્‍ટર ખાતે લઈ જતા ત્‍યાં ફરજ પરના ડોકટરે મરણ ગયેલાનું જાહેર કરેલ છે.

(2:22 pm IST)