Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

ધી જામનગર ડિસ્‍ટ્રીકટ કો.ઓ. બેન્‍ક લી. પ્રોફેશનલ ડાયરેકટર તરીકે જયંતિભાઇ નકુમની વરણી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા. ૯ : ડિસ્‍ટ્રીકટ કો.ઓપરેટીવ બેંક લી., ની બોર્ડ ઓફ ડીરેકટરશ્રીની મીટીંગ બેંકના ચેરમેનશ્રી પી.એસ.જાડેજાના અધ્‍યક્ષસ્‍થાને મળેલ હતી. જેમાં આગામી સાધારણ સભાની મીટીંગ બોલાવવા માટે તારીખ નક્કી કરી એજન્‍ડા નક્‍કી કરવામાં આવેલ તેમજ આ મીટીંગમાં પ્રોફેશનલ ડાયરેકટરની નિમણુંક કરવાની હોય જેથી પ્રોફેશનલ ડાયરેકટર તરીકે બેંકીગ સેવાનો બહોળો અનુભવ ધરાવતા તેમજ ખંભાળીયા માર્કેટીંગ યાર્ડના વાઇસ ચેરમેન તેમજ જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી જયંતિભાઇ નકુમની સર્વાનુમતે પ્રોફેશનલ ડાયરેકટર તરીકે વરણી કરવામાં આવેલ છે અને તેઓને સર્વે ડીરેકટરશ્રીઓ તેમજ આગેવાનોએ શુભેચ્‍છા પાઠવેલ હતી.

ધી જામનગર ડીસ્‍ટ્રીકટ કો-ઓપરેટીવ બેંક લ., તરફથી તેની સભ્‍ય મંડળીઓના ખેડૂતો સભ્‍યોને આવરી લઇ કોઇ સભ્‍યનું અકુદરતી/અકસ્‍માતે મૃત્‍યુ થવા અંગે વિમો ઉતરાવેલ છે. આ અસંગત અકસ્‍માત વિમા યોજના અંગે ધી ન્‍યુ ઇન્‍ડીયા એસ્‍યોરન્‍સ કાંપની તરફથી મંજૂર થતા શ્રી મોટીવાગુદડ સેવા સહકારી મંડળી લી., ના સભ્‍ય સ્‍વ.જોરૂભા હરૂભા જાડેજાનું અકસ્‍માતે મૃત્‍યુ થતા આ વિમા યોજના હેઠળ રૂા. ૫,૦૦,૦૦૦નો ચેક સ્‍વર્ગસ્‍થના વારસદારને બેંકના ચેરમેનશ્રી તેમજ અન્‍ય ડીરેકટરશ્રીઓ મારફત સુપ્રત કરવામાં આવેલ છે.

(1:37 pm IST)