Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

રાજુલાના ડ્રગ્‍સ પ્રકરણમાં આકાશની સંડોવણી ખુલતા તપાસ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૯ :  ગુજરાત એટીએસએ ડ્રગ્‍સને ડામી દેવા માટે કવાયત તેજ કરી છે ત્‍યારે અમદાવાદ વસ્‍ત્રાપુરમાંથી ૨ શખ્‍સોની ધરપકડ કર્યા બાદ સીધુ કનેક્‍શન અમરેલી જિલ્લામા રાજુલા શહેરમા નીકળ્‍યુ છે અને રાજુલાના આકાશની ધરપકડ બાદ ૨૪ કલાકની પૂછપરછ બાદ ચોંકાવનારી વિગતો ખુલી રહી છે જેમા અમરેલી જિલ્લાની ૧ મહિલા અધિકારી પણ આકાશ પાસેથી ડ્રગ્‍સ મંગાવતી હતી અને લેતી હોવાનો મોટો ઘટસ્‍ફોટ થયો છે.

અને તેમના એકાઉન્‍ટમાં પણ મોટી રકમ હોવાનું જાણવા મળી રહ્યું છે જયારે આ નેટવર્કમાં આરોપીઓની ઘંઘાની શરૂઆત ગાંજાના વેપાર સાથે થઇ હતો જેમાથી ખતરનાક ડ્રગ્‍સના વેપારની દુનિયામાં પગપેસારો થયો હતો તેમા રાજકોટમાં પણ એક વ્‍યક્‍તિને વચેટીયો હોવાનુ ખુલ્‍યું છે હાલ ગુજરાત એટીએસ દ્વારા ૨૦૦ ઉપરાંત લોકોનું લીસ્‍ટ તૈયાર  કરાયુ છે જે લોકો ડ્રગ્‍સ લેતા હતા તે મોટાભાગે હાઈપ્રોફાઈલ લોકો છે જેમા અમરેલી જિલ્લાની એક મહિલા અધિકારી ડ્રગ્‍સ લેતી હોવાનુ ખુલ્‍યું છે જેને એટીએસ ટુક સમયમાં પૂછપરછ માટે બોલાવશે તેમ સુત્રો પાસેથી જાણવા મળી રહયું છે.

ગુજરાત એટીએસના ડી.વાય.એસ.પી. હર્ષ ઉપાઘ્‍યાયએ મીડિયાને જણાવ્‍યું હતુ કે, ફરાર કરણ વાઘ આખા નેટવર્કનું ઓપરેશન ચલાવતો હતો અને બધુ જોતો એ હતો તે રાજુલાના કોવાયા ગામનો હોવાનુ ખુલ્‍યું છે વાલીઓને પોતાના સંતાન ઉપર વોચ રાખવી જોઈએ જયારે આ લોકો મોટાભાગનો વિસ્‍તાર કવર કરી ચુક્‍યા છે હજી ઘણી બધી તપાસ ચાલી રહી છે અમારી ટીમ કરણ વાઘની વોચમાં છે.

(1:42 pm IST)