Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

કેન્દ્રીય મહિલા વિકાસ બાળ કલ્યાણ મંત્રી સ્મૃતિ ઈરાની કાલથી બે દિ' કચ્છમાં

ભુજમાં સુપોષણ કીટ વિતરણ તથા ભાજપ આગેવાનો સાથે બેઠક

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૯

 કેન્દ્રીય મહિલા વિકાસ અને બાળ કલ્યાણ મંત્રીશ્રી સ્મૃતિ ઈરાની આવતીકાલે કચ્છના પ્રવાસે આવી રહ્યા છે. કંડલા એરપોર્ટ પર તેમનું આગમન થયા બાદ તેઓ સીધા ભુજ પહોંચશે. કેન્દ્રીય મંત્રીશ્રી સ્મૃતિ ઈરાનીના હસ્તે ભુજમાં ટાઉનહોલ મધ્યે સાંજે ૬ વાગ્યે બાળકો માટે સુપોષિત કીટ નું વિતરણ કરાશે. ત્યાર બાદ સાંજે ૭ વાગ્યે હોટેલ વિરામ મધ્યે તેઓ કચ્છ ભાજપના આગેવાનો સાથે બેઠક યોજશે. રાત્રિ રોકાણ ભુજમાં કર્યા બાદ બીજે દિવસે શનિવારે તેઓ ભુજ નજીક માધાપર મધ્યે ઓધવબાગ ૩ માં લક્ષ્યવેધ કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ કેન્દ્રીય મંત્રીશ્રી સ્મૃતિ ઈરાની ભુજથી હવાઈમાર્ગે વાયા અમદાવાદ થઈ ત્યાંથી ગોવા જવા રવાના થશે.

(3:30 pm IST)