Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

રાણાવાવમાં ૩, પોરબંદરમાં ર તથા કુતિયાણામાં ૧ા ઇંચ

ગઇકાલે જિલ્લામાં સાંજે કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી પડેલ અને રાત્રીના ધીમીધારે ચાલુ રહ્યોઃ જિલ્લામાં સવારે ધુપછાંવ

 

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ૯ :.. જિલ્લામાં ગઇકાલે સાંજે કડાકા ભડાકા સાથે શરૃ વરસાદ વરસી ગયેલ અને રાત્રીના સમયાંતરે ધીમી ધારે વરસાદ ચાલુ રહ્યો હતો આજે સવારે ર૪ કલાકમાં રાણાવાવમાં ૩ ઇંચ, પોરબંદરમાં ર ઇંચ તથા કુતીયાણામાં સવા ઇંચ વરસાદ પડી ગયો હતો.

જિલ્લા કંટ્રોલ મુજબ પોરબંદર વરસાદ ૪૮ મી. મી. (પ૮૪ મી.મી.), રાણાવાવ ૭ર મી. મી. (૮૭પ મી.મી.) તથા કુતીયાણા ૩૩ મી. મી. (૭૬૬ મી.મી.), તેમજ એરપોર્ટ હવામાન કચેરી મુજબ પોરબંદર વરસાદ ૪૮,૭ મી. મી. નોંધાયેલ છે.

જળાશય વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો ખંભાળા જળાશય ઉપર ર૬ મી. મી. અને ફોદાળા જળાશય ૩૦ મી. મી. વરસાદ નોંધાયો છે. ત્રીજી વાર આ બન્ને જળાશયો ઓવરફલો જઇ રહેલ છે. ગુરૃતમ ઉષ્ણાતામાન ૩૩.૮ સે.ગ્રે. લઘુતમ ઉષ્ણાતામાન રપ સે.ગ્રે. પવનની ગતિ ૮ કી. મી. સૂર્યોદય ૬.ર૭ તથા સુર્યાસ્ત ૭.ર૭ મીનીટે.

(2:09 pm IST)