Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

જામકંડોરણામાં પ્રોઢને મારનાર પીએસઆઇ સામે પગલા ભરોઃ ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલનની ચિમકી

રાજકોટ, તા.૯: જામકંડોરણા ક્ષત્રીય સમાજ તેમજ રાજપૂત કરણી સેના દ્વારા જામકંડોરણા ના પી.એસ.આઈ.જે.યુ.ગોહીલ કરેલ અન્યાય વિરુદ્ઘ આવેદનપત્ર આપવામાં આવ્યું.

તાલુકાના સરપંચો અને વિવિધ સંગઠનો પણ જોડાર્યાં.

જામકંડોરણા ખાતે ૫ દિવસ પહેલા એ.ડી.જાડેજા નામ ના ૫૫ વર્ષના પ્રૌઢને બેરહેમીથી ઢોર માર મારવામાં આવ્યો હતો. નજીવી બાબતમાં જામકંડોરણાના પીએસઆઈ જે.યુ.ગોહીલ દ્વારા એ.ડી.જાડેજા અટકાયત કરી ઢોર માર મારવામાં આવ્યો હતો. એટલેથી સંતોષ ન થતા પી.એસ. આઇ.દ્વારા એ.ડી.જાડેજાને જામકંડોરણાના જાહેર ચોકમાં લાવી બેરહમી પૂર્વક જાહેરમાં અપમાનજનક રીતે લાવી જાહેરમાં પણ મારવામાં આવ્યા હતા.

આ બનાવથી જામકંડોરણા ક્ષત્રીય સમાજ તેમજ સાથે અન્ય સમાજ પણ રોષે ભરાયો છે.એ.ડી.જાડેજા ને જામકંડોરણા સિવિલ હોસ્પિટલ એ પેલા દાખલ કરવામાં આવ્યા હતા અને પછી જામકંડોરણાથી રાજકોટ સિવિલમાં રીફર કરવામાં આવ્યા હતા.

આ બનાવ ના પગલે ક્ષત્રીય સમાજ જામકંડોરણા તેમજ કરણી સેના જામકંડોરણા દ્વારા મામલતદાર કચેરી જઇ જામકંડોરણા ના પી.એસ. આઇ.જે.યુ ગોહીલ વિરુદ્ઘ એફઆઈઆર દાખલ કરી શિક્ષાત્મક પગલાં ભરવાની માંગ કરી છે. સાથે જામકંડોરણા તાલુકાના ગામના સરપંચો તેમજ જામકંડોરણાની સામાજિક અને સેવાકીય સંસ્થા પણ જોડાઈ હતી અને ન્યાયની માંગણી કરેલ છે. જો ૪ દિવસમા માંગ પુરી કરવામાં નહિ આવે તો રાજકોટ કલેકટર કચેરી ખાતે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલાત્મક કાર્યક્રમ પણ ક્ષત્રીય સમાજ દ્વારા આપવામાં આવશે.

(11:36 am IST)