Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

લાયન્સ કલબ ઓફ વિરમગામને ડિસ્ટ્રિકટ 3232 B દ્વારા એવોર્ડની વણઝાર...

લાયન્સ કલબ ઓફ વિરમગામ તાલુકામાં ૫૨ વર્ષથી સેવાકીય ક્ષેત્રમાં અગ્રેસર છે

વઢવાણ,તા.૯ : ગત વર્ષ ૨૦૧૯-૨૦માં પ્રમુખ  હરિવંશભાઈ શુકલ દ્વારા  સેવાના સુંદર અને પ્રશંસનીય કામો કરવામાં આવ્યા હતા. જે માટે લાયન્સ કલબ ઇન્ટરનેશનલ દ્વારા તાત્કાલિન પ્રમુખશ્રી હરિવંશ ભાઈ શુકલને બેસ્ટ પ્રેસિડેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. તદુપરાંત બેસ્ટ કોરોના વોરિયર્સ સર્વિસ એકટીવીટી એવોર્ડ પણ આપવામાં આવ્યો. કલબ સેક્રેટરી અતુલ કુડેશીયાને બેસ્ટ સેક્રેટરી એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હરિવંશભાઈ શુકલના નેતૃત્વમાં સફળ સેવાકીય પ્રોજેકટ બદલ વિરમગામ કલબને કુલ ૦૯ એવોર્ડ મળેલ છે. કોરોના મહામારી દરમ્યાન પણ આ સેવાકાર્યો અવિરત ચાલુ હતા. કોરોના લોકડાઉન દરમ્યાન સફાઈકર્મીઓને મેડિકલ સ્ટાફને અને પોલીસકર્મીઓને સેનિટાઇઝર, માસ્ક અને સાબુ વિતરણ કરવામાં આવેલ જરૂરતમંદ લોકોને રાશન કીટ પણ આપવામાં આવેલ. ધોમધખાતા તાપમાં ખડે પગે ફરજ બજાવતા પોલીસકર્મીઓને અને સફાઈકર્મીઓને દરરોજ લીંબુ શરબત વિતરણ કરવામાં આવેલ.

અત્રે ઉલ્લેખનીય છે કે, લાયન્સ મેડિકલ સેન્ટરમાં છેલ્લા ૨૭ વર્ષથી ઓર્થોપેડિક, આઈ, ડેન્ટલ જેવા વિભાગો કાર્યરત છે. જેનો આખા તાલુકાના લોકો સેવાકીય લાભ લે છે. છેલ્લા ૩૦ વર્ષથી, દિવાળીના તહેવારોમાં આશરે ૫૦૦૦ કિલો મીઠાઈ અને ફરસાણનું તેમજ જન્માષ્ટમીના તહેવારોમાં આશરે ૧૫૦૦ લીટર કપાસિયા તેલ નું વિતરણ કરવામાં આવે છે. (૨૫.૨)

 

 

હળવદના નવા ઘનશ્યામગઢના શિક્ષકને રાજયપાલના હસ્તે શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ અર્પણ

(હરીશ રબારી દ્વારા) હળવદ તા.૯ : હળવદ ૅં તાલુકાની નવા દ્યનશ્યામગઢ કન્યા પ્રા.શાળાના શિક્ષક શ્રી પટેલ પ્રવિણકુમાર શંકરભાઈને રાજયના શ્રેષ્ઠ શિક્ષકનો રાજય પરિતોશીક ૨૦૨૦ મહામહિમ રાજયપાલના વરદ હસ્તે એનાયત કરવામાં આવ્યો.તેવોને ૨૦૧૮જ્રાક્નત્ન તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકનો ૨૦૧૯જ્રાક્નત્ન જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકનો અને ૨૦૧૯દ્ગટ ચિત્રકૂટ એવોર્ડ પૂજય મોરારી બાપુના વરદ હસ્તે મળેલ છે.

તેમની શાળા છેલ્લા ૪ ગુણોત્સવથી એ ગ્રેડ મેળવે છે.તેમની શાળાને ૨ M.H.R.D.ના સ્વચ્છ વિદ્યાલયના ઙ્ગઅને એક સ્વચ્છ શાળાનો પુરષ્કાર મેળવેલ છે.તેમને ૨ વખત રાજય કક્ષાએ યોગમાં ભાગ લીધેલ છે.૨ વખત જિલ્લા કક્ષાના ઇનોવેશન ફેરમાં ભાગ લીધેલ છે.તેમની શાળા ૧૪ વખત જિલ્લાકક્ષાએ વિજ્ઞાનમેળામાં ભાગ લઈ ૩ વખત રાજય કક્ષા સુધી પહોંચી છે.

ખેલ મહાકુંભની વાત કરીએ તો તેમની ૭ કે ૮ કન્યાઓ દર વર્ષે જિલ્લાકક્ષાએ ભાગ લેશે અને અત્યાર સુધી ૫ વખત રાજયકક્ષાએ ભાગ લઈ ચુકી છે.યોગમાં ગત વર્ષે ૪ કન્યાઓ રાજયકક્ષાએ ભાગ લઈ આવી છે.અમારી s.m.c.ને ૨ વખત શ્રેષ્ઠ s.m.c.નો પુરષ્કાર મળેલ છે.PSE કે NMMS જેવી સ્પર્ધાત્મક પરીક્ષામાં અમારી કન્યાઓ અગ્રેસર હોય છે.

શાળામાં રમણીય બાગ છે. કિચનગાર્ડન છે.શાળામાં ઔષધીય બાગ આવેલ છે અને આ બાગ માં ૩૭ પ્રકારની ઔષધિઓ આવેલી છે આ ઔષધિઓનો ઉપયોગ ગામ લોકો કરે છે.ગામલોકોના સહયોગથી શાળાને આરો પ્લાન્ટ , ફ્રીજર , વોટર સ્ટેન્ડ , માઇક સેટ ,ડાયસ ટેબલ , પ્રોજેકટર , રિવોલવિંગ ડસ્ટબીન ,વગેરે ભૌતિક સુવિધાઓ લોકભાગીદારીથી મળેલ છે.શાળાને પ્રગતિના સોપાનો સર કરવામાં ગામલોકો , પંચાયતના સભ્યો,s.m.c.ના સભ્યો , શાળા સ્ટાફગણ ,વાલીગણ તેમજ મારા પ્યારા ભૂલકાઓ નો ખુબજ સહયોગ મળેલ છે.આવી ઝળહળતી સફળતા મેળવતા c.r.c.co. , b.r.c.co. , જિલ્લા શિક્ષણાધિકારી શ્રી મોરબી ,t.p.e.ં શ્રી હળવદ દ્વારા અભિનંદન પાઠવવામાં આવેલ છે.(

(11:38 am IST)