Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

ઉપલેટા તાલુકામાં ખેતીને થયેલ નુકશાની સહાય ચુકવવા માંગ

(ભરતદોશી દ્વારા) ઉપલેટા તા.૯ :  ઉપલેટા તાલુકાના ખેડૂતો અનેકે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. અતિભારે વરસાદથી થયેલ અતિવૃષ્ટિમા ખેતી પાક સંપૂર્ણ નિષ્ફળ નીવડ્યો છે તો કયારેક દુષ્કાળ તો કયારેક માનવસર્જિત આફતોનો ખેડૂતો ભોગ બને છે. નકલી બિયારણ, નકલી રાસાયણિક દવા, પાક નિષ્ફળ જવા છતા વિમા ન ચૂકવવા, ખેતપેદાશો ના યોગ્ય ભાવ ન મળવા, વિકાસના નામે ખેતીની જમીન સંપાદન થાય છે તેમાં ખેડૂતોને દ્યોર અન્યાય, બિનખેડૂત પૈસાદાર લોબીને ખેતીની જમીન હડપ કરવાના કાયદા, આ કાયદાથી હજારો ખેડૂતો જમીન વિહોણા બનશે અને ભયંકર ગરીબીમા ધકેલાઈ જશે. આ બધી આફતોના કારણે ખેડૂતો દેવાદાર બને છે. લાખો ખેડૂતો ખેતીથી કંટાળીને આપઘાત કરીને જિંદગી ટૂંકાવી નાખે છે.

ઉપલેટા ગુજરાત કિસાન સભા દ્વારા અતિવૃષ્ટિમા ખેતી પાક નિષ્ફળ ગયો છે માટે હેકટર દીઠ ચાલીસ હજાર રૂપિયાનુ વળતર આપવા, જમીન ધોવાણનુ જમીન લેવલ કરવા માટે એકર દીઠ ૩૦ હજાર રૂપિયાની સહાય, ગત વર્ષનો બાકી રહેતો વિમો આપવા વગેરે સહિતની ૧૦ જેટલી વિવિધ માંગણીઓ સાથે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

(11:41 am IST)