Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

મીઠાપુર પોલીસ સ્ટેશનમાં વન મહોત્સવ ઉજવાયો

મીઠાપુરઃ દેવભૂમિ દ્વારકા જીલ્લાના મીઠાપુર ગામે ગત તારીખ ૦૮/૦/૨૦૨૦ ને મંગળવાર ના રોજ મીઠાપુર પોલીસ સ્ટેશન ખાતે એક વન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં શ્રી પબુભા વિરમભા માણેક તથા મીઠાપુર પી આઈ સાહેબ શ્રી એસ. ડી. ડાંગર ના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ ની શરૂઆત માં શ્રી પબુભાનું શાલ ઓઢાડી પી આઈ સાહેબ દ્વારા સન્માન કરાયા બાદ મીઠાપુર પોલીસ સ્ટેશનના એલ આઈ બીના શૈલેષભાઈ સોલંકી દ્વારા સ્વાગત કરાયા બાદ કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ઓખા નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી ચેતનભાઈ માવાણી ઉપરાંત ઓખા શહેર ભાજપ ના હોદેદારો, સંઘના કાર્યકર્તાઓ, પત્રકારો, મીઠાપુર પોલીસ સ્ટાફ તથા ગી આર ડીનો સ્ટાફ પણ જોડાયો હતો. કાર્યક્રમના અનુસંધાને શ્રી પબુભા દ્વારા ઉપસ્થિત લોકોને પર્યાવરણને જાળવવા તથા માનવજાતને ટકી રેહવા માટે વૃક્ષોના યોગદાન વિષે વિસ્તૃત સમજાવ્યા બાદ વૃક્ષો વાવી અને તેનું યોગ્ય રીતે જતન કરવા માટે પણ આહવાહન કર્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન મીઠાપુર પી આઈ સાહેબ એસ. ડી. ડાંગરના માર્ગદર્શન હેઠળ શૈલેશભાઈ સોલંકી દ્વારા સોશિયલ ડીસ્ટન્સિંગ ના યોગ્ય પાલન દ્વારા કરાયું હતું. (તસ્વીર- અહેવાલ : દિવ્યેશ જટણીયા મીઠાપુર.)(

(11:43 am IST)