Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

વિંછીયા-સમઢીયાળા રોડ બિસ્માર : ઠેર-ઠેર ખાડા

 વિંછીયા : વિંછીયા તાલુકાના વિંછીયાથી સમઢીયાળા સુધીના ૬ કીમીનો રોડ અતિ બિસ્માર થઇ ગયો છે. રોડ પર ઠેર ઠેર મોટા ખાડા પડી ગયા છે. ડામર રોડ ઉખડી જતા ઠેર ઠેર કાંકરા દેખાય છે. જેને લીધે નાના મોટા વાહનચાલકો મુશ્કેલી અનુભવે છે. બીજી બાજુ નાના મોટા વાહનના ટાયરો ચિરાય જાય છે. આ અંગે સત્વરે તંત્ર યોગ્ય કરે તેવી લોકમાંગ છે. તસ્વીરમાં ખાબડ ખુબડ રોડ નજરે પડે છે. (તસ્વીર : પ્રિન્ટેશ શાહ)

(11:44 am IST)