Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

ઉનાના અમોન્દ્રામાં આંટાફેરા કરતો દીપડો અંતે પાંજરામાં પુરાયો

(નીરવ ગઢીયા દ્વારા) ઉના તા. ૯ :.. તાલુકાનાં અમોદ્રામાં કેટલાંક સમયથી આંટાફેરા કરીને ભય ફેલાવનાર દીપડો વન ખાતાએ મુકેલા પાંજરામાં  પુરાઇ ગયો છે.

ઘણા સમયથી અમોદ્રા ગામના સીમ વિસ્તારમાં દીપડા રહેતા હોય જેથી સ્થાનિક લોકોને જોવા મળતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો ત્યારે લોકોએ વન વિભાગને જાણ કરતા વન વિભાગને જાણ કરતા વન વિભાગ દ્વારા બાલુભાઇ ભગવાનજીભાઇ ઝાલાની વાડીએ પાંજરૂ મુકવામાં આવ્યું હતું ત્યારે વહેલી સવારે દીપડો પાંજરે પુરાયો હતો જેની વન વિભાગને જાણ થતાં દીપડાને જસાધાર એનિમલ કેર સેન્ટરમાં લઇ જવામાં આવ્યો હતો.

(11:45 am IST)