Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

મોરબી જિલ્લામાં ૯૩૫થી વધુ એકટીવ સર્વેલન્સ ટીમો દ્વારા કોવિડ-૧૯ સર્વેની કામગીરી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા.૯ :  મોરબી જિલ્લામાં સતત વધતા કોરોના સંક્રમણને નિયંત્રણમાં લેવા દ્યરે-દ્યરે જઈને ૯૩૫થી વધુ ટીમો દ્વારા ઓકસીમીટરથી ચકાસણી કામગીરી હાથ ધરવામાં આવી છે. સમગ્ર સર્વેની કામગીરીનો અહેવાલ મોરબી જિલ્લા પ્રભારી સચિવશ્રી મનીષા ચંદ્રા દ્વારા સમિક્ષા પણ કરવામાં આવશે.

 જિલ્લા કલેકટર જે.બી.પટેલ અને મોરબી જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવના સીધા નિરીક્ષણ હેઠળ આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે સંકલન કરી મોરબી જિલ્લામાં વધી રહેલા કોરોનાના સંક્રમણને નિયંત્રણ કરવા માટે વિવિધ પગલાંઓ લેવાઇ રહ્યા છે ત્યારે સમગ્ર મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો અને શહેરી વિસ્તારોમાં વોર્ડ વાઇઝ એકટીવ સર્વેલન્સ ટીમો દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવશે. મોરબી શહેરમાં કોરોનાને નિયંત્રણ કરવા માટે એકટીવ સર્વેલન્સની ટીમો દ્વારા ૧૩ વોર્ડમાં જુદી જુદી જગ્યાએ કાર્યરત કરાઇ છે. શહેરી વિસ્તારની આ એકટીવ સર્વેલન્સ ટીમો દ્વારા દ્યરે-દ્યરે જઈને કોરોનાનો સર્વે શરૂ કરી દેવામાં આવ્યો છે. જે આગામી ૩ દિવસમાં સમગ્ર મોરબી શહેરી વિસ્તારનો સર્વે પૂર્ણ કરશે. આ ટીમો દ્વારા ઓછામાં ઓછા સર્વેના ૧૦ રાઉન્ડ કરવામાં આવશે.

મોરબી શહેરી વિસ્તારો ઉપરાંત સમગ્ર જિલ્લાના ઉપરાત ગ્રામ્ય વિસ્તારના સર્વે કરવા માટે ૪૬૫ એકટીવ સર્વેલન્સ ટીમોની રચના કરાઇ છે. એકટીવ સર્વેલન્સ ટીમમાં આશા વર્કર, મેલ હેલ્થવર્કર, ફીમેલ હેલ્થવર્કર, મધ્યાહન ભોજનના સંચાલકો, મલ્ટી પર્પઝ હેલ્થવર્કર વગેરે દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં સર્વે કરવામાં આવશે. સર્વેની આ કામગીરી ૩૦ સપ્ટેમ્બર સુધી ચલાવવામાં આવશે. સમગ્ર જિલ્લા વિસ્તારમાં ૯૩૫ એકટીવ સર્વેલન્સ ટીમો દ્વારા સર્વેની કામગીરી ચાલુ છે.

સિરામિક ઉદ્યોગોને ગેસબીલમાં રાહતના નિર્ણયને આવકાર

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએે સિરામિક ઉદ્યોગને ગેસ બીલમાં ૧૬ ટકાની રાહત આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે જેથી સિરામિક ઉદ્યોગને મોટી રાહત મળવા પામી છે સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસના બીલમાં પ્રતિ કયુબીક મીટરે રૂ ૨.૫૦ ની વધારાની રાહત આપવામાં આવી છે અગાઉ ઉદ્યોગને રૂ ૨ ની બીલ રાહત આપ્યા બાદ આજે ઉચ્ચસ્તરીય બેઠકમાં વધારાના ૨.૫૦ ની રાહત આપવામાં આવી છે ઙ્ગ

જેથી મોરબીના સિરામિક ઉદ્યોગમાં પ્રતિદિન ૬૩ લાખ કયુબીક મીટર ગેસનો વપરાશ કરાતો હોય જેથી મહિના અંદાજીત ૪૭ કરોડ રૂપિયાની બચત થશે તો ઉર્જાખર્ચ દ્યટી જતા સિરામિક ઉદ્યોગ હવે ચીન સાથેની સ્પર્ધામાં પણ લીડ મેળવી એકસપોર્ટ માર્કેટ કવર કરી શકશે જેથી સિરામિક ઉદ્યોગપતિઓમાં ખુશી જોવા મળે છે અને ઉદ્યોગપતિઓ તેમજ હોદેદારો સરકારના નિર્ણયને આવકાર્યો છે.

ટ્રક ભાડા સહિતનો ફુલ વિમો લેવા અપીલ

 મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસોના પ્રમુખ પ્રભાતભાઈ આહીરે મોરબી સિરામિક એસોને પત્ર લખી જણાવ્યું છે કે મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ, વાંકાનેર ટ્રક ટ્રાન્સપોર્ટ, રાજકોટ ટ્રક ટ્રાન્સપોર્ટ એસો અને ગાંધીધામ ટ્રક ટ્રાન્સપોર્ટ એસોની મીટીંગ મળી હતી જેમાંઙ્ગ નિર્ણય લેવાયો છે કે માલના પરિવહન દરમિયાન બ્રેકેજ અને ડેમેજ માટે ટ્રાન્સપોર્ટર કે લોરી ઓનર જવાબદાર નહિ રહે.

 તાજેતરમાં ભારે વરસાદથી દેશના નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવે તૂટી ગયા છે જેથી મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસો દ્વારા સિરામિક એસોને વિનંતી કરવામાં આવી છે કે દરેક કંપનીઓને ટ્રક ભાડા સહિતનો ફૂલ વીમો લેવા જણાવવામાં આવે અને માલના પરિવહન દરમિયાન ડેમેજ કે બ્રેકેજ માટે ટ્રાન્સપોર્ટર કે લોરી ઓનર જવાબદાર નહિ રહે અને ટ્રક ભાડામાં પણ કપાત સ્વીકારી નહિ લે જે અંગે નિર્ણય લેવા જણાવ્યું છે અન્યથા તા. ૧૦ થી ટ્રક ટ્રાન્સપોર્ટ એસો હડતાલ પર ઉતરી જશે તેમ પણ જણાવ્યું છે.(

(11:46 am IST)