Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

છાતીનો દુઃખાવો સહન ન થતા નવોઢા પિનલ શેખડાનો એસીડ પી આપઘાત

કોટડાસાંગાણી રામોદમાં બનાવ : પરિણીતાના છ માસ પહેલા લગ્ન થયા'તા રાજકોટમાં દમ તોડ્યો

રાજકોટ,તા.૯ : કોટડાસાંગાણીના રામોદમાં રહેતી પટેલ નવોઢાએ છાતીમાં દુઃખાવો સહન ન થતા એસીડ પી લેતા તેનું રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી માહિતી મુજબ રામોદગામમાં રહેતી પિનલ અજયભાઇ શેખડા (ઉવ.૨૨)એ ગઇકાલે પોતાના ઘરે એસીડ પી લેતા તેને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. મૃતક પીનલ ગોંડલના બાંદ્રા ગામે માવતર ધરાવતી હતી. તેના છ માસ પહેલા જ લગ્ન થયા હતા. તેને ત્રણ માસથી છાતીમાં દુઃખાવો થતો હોઇ તે સહન ન થતા તેણીએ આ પગલુ ભર્યુ હોવાનું ખુલ્યું હતું. આ બનાવ અંગે કોટડા-સાંગાણી પોલીસ મથકના હેડ કોન્સ હિતેષભાઇએ તપાસ હાથ ધરી છે.

(11:47 am IST)