Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

મોરબીમાં વકીલોનો રોષ બાદ સબ રજીસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ કામગીરી શરૂ કરાઇ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા.૯ :  મોરબીની સબ રજીસ્ટ્રાર કચેરીમાં કોરોનાનો પગ પેસારો થયો હતો જેના પગલે સોમવારે દસ્તાવેજની કામગીરી અટકી પડી હતી જેથી વકીલોમાં રોષ ભભૂકયો હતો ત્યારે આજે જામનગરથી ઓપરેટરો બોલાવીને કામકાજ તાકીદે શરૂ કરવામાં આવ્યું હતું.

મોરબીના તાલુકા સેવાસદનમાં સબ રજીસ્ટ્રાર કચેરીમાં સબ રજીસ્ટ્રાર અને કોમ્પ્યુટર ઓપરેટર કોરોના સંક્રમિત થયા હતા જેથી સોમવારે દસ્તાવેજ સંબંધિત કામકાજો અટકી પડ્યા હતા અને કચેરીને બંધ કરી દેવામાં આવી હતી પ્રતિદિન ૧૦૦ થી વધુ દસ્તાવેજોના કામનું ભારણ રહેતું હોય જેથી તાકીદે કામ શરુ થાય તેવી માંગ રેવન્યુ પ્રેકટીસ કરતા વકીલોએ કરી હતી અને આજે ૫ ઓપરેટર આવતા કામકાજ ફરી શરૂ કરાયું છે

જેમાં ઇન્ચાર્જ સબ રજીસ્ટ્રાર હરિસિંહ જાડેજા પાસેથી મળતી માહિતી મુજબ જામનગરથી ૫ ઓપરેટર ફાળવવામાં આવ્યા હોય અને મંગળવારે રાબેતા મુજબ કચેરી શરૂ કરીને કામકાજ કરવામાં આવ્યું હતું.

(11:50 am IST)