Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

મોરબીની રવાપર ચોકડીએ સર્કલ મોટુ કરવાની કામગીરીનુ નિરીક્ષણ કરતા લલીતભાઇ

મોરબી તા.૯ : મોરબીના રવાપર કેનાલ ચોકડીએ કાયમી ટ્રાફિક સર્જાતો હોય જે સમસ્યાના નિવારણ માટે સર્કલ મોટું કરવાની કામગીરી કરવામાં આવી રહી છે જે કામનું ધારાસભ્ય લલીતભાઈ કગથરાએ નિરીક્ષણ કર્યું હતું.

ઙ્ગરવાપર કેનાલ ચોકડીએ કાયમી ટ્રાફિક સમસ્યા રહેતી હોય જેથી ટંકારાના ધારાસભ્ય લલીતભાઈ કગથરાએ રવાપર કેનાલ ચાર રસ્તા ખાતેનું સર્કલ મોટું કરવા, સાઈડના વોકળાની ગોલાઈ કરવા, દર્પણ સોસાયટીથી રવાપર ગામ સુધી રસ્તાનું ફોર લેનમાં રૂપાંતર કરવું સહિતની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું આર એન્ડ બી અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી અને જરૂરી સૂચનો કર્યા હતા.

(11:50 am IST)