Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

વીસ દિવસથી પાણીના ટેન્કરો બંધ : પીવાનાં પાણી પ્રશ્ને આવેદન પત્ર પાઠવતા ઉષાબેન કુસકીયા

(રામસિંહ મોરી)સુત્રાપાડા,તા.૯ : વેરાવળ શહેરમાં આવેલ વોર્ડ નં.પ આવેલ ગોદરશા તળાવ વિસ્તારમાં અતિ ભારે વરસાદને કારણે રસ્તાઓનું ભારે ધોવાણ થઈ આવતા ઊડા ખાડા પડી જવાને કારણે ગોઠણ ડૂબ પાણી ભરાય આવતા અને પાણી નિકાલની કોઈ વ્યવસ્થા આવેલ ન હોય જેના કારણે આ ગરીબ વિસ્તારના આશરે સો થી પણ વધારે પરિવારોને ટેન્કર દ્વારા પુરૂ પડાતું પીવાનું પાણી છેલ્લા વિસ દિવસ થઈ બંધ હોવાથી આ ગરીબ પરિવારો પીવાનાં પાણીથી વંચિત રહેવા પામેલ હોવા છતાં તંત્ર દ્વારા કોઈજ નક્કર પગલા લેવામાં ન આવતા આ વિસ્તારનાં લોકોને પારાવાર મુશ્કેલીઓ ભોગવી રહેલ છે ત્યારે આ પ્રશ્ને પ્રદેશ કોંગ્રેસ મહિલા અગ્રણી ઉષાબેન કુસકીયા દ્વારા ઉચ્ચ કક્ષાએ રજુઆત સાથે નાયબ કલેકટર વેરાવળ તેમજ નગરપાલિકાનાં સત્તધીશોને આવેદન પત્ર પાઠવી આ વિસ્તારનાં બિસ્માર રસ્તાને સત્વરે રીપેર કરાવી તાકીદે પીવાનું પાણી પુરૂ પાડવા લેખીતમાં માંગણી કરેલ છે.

આ કાર્યક્રમમાં મહિલા કોંગ્રેસ અગ્રણીઓ કાજલબેન ભજગોતર, યાસ્મીનબેન ચૌહાણ, નજમાબેન પંજા સહીતની મહિલા અગ્રણીઓ સહીત આ વિસ્તારની મહિલાઓ હાજર રહ્યા હ્રતા.

(11:51 am IST)