Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

વાંકાનેરમાં કોરોનાના શંકાસ્પદ દર્દીનું મોત

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા. ૯ : વાંકાનેરમાં કોરોનાના શંકાસ્પદ દર્દીનું આજે મોત થતાં અરેરાટી વ્યાપી ગઇ છે.

પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેરના શકિતપરા વિસ્તારમાં રહેતા ગીતાબેન જયંતીભાઇ (ઉ.વ.૪૬)ને કોરોનાના લક્ષણો સાથે વાંકાનેરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં તેમનું મોત નિપજયું હતું.

આ મહિલાને ઝાડા-ઉલ્ટી થતાં સારવારમાં ખસેડાયા હતાં.

જો કે વાંકાનેરના તબીબે આ મહિલાનો રિપોર્ટ નેગેટીવ આવ્યો હોવાનું જણાવ્યું હતું.

(11:53 am IST)