Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

ખંભાળીયા કોવિડ હોસ્પિટલની મુલાકાત લેતા કલેકટર

દ્વારકા : દેવભુમિ દ્વારકા જીલ્લાનાં કલેકટરશ્રી ડો.નરેન્દ્રકુમાર મીનાએ જનરલ હોસ્પિટલ,જામ-ખંભાલીયાની કોવિડ-૧૯ હોસ્પિટલની મુલાકત લીધેલ હતી,તે અંતર્ગત કલેકટરશ્રીએ કોવિડ હોસ્પિટલનાં સી.સી.ટી.વી.નું મોનીટરીંગ કરેલ હતુ, ઓ.પી.ડી.માં આવેલ દર્દીઓ તેમજ તેમના સગાઓ સાથે ચર્ચા કરી હતી. આ મુલાકાત દરમીયાન હોસ્પિટલ ખાતે સુવીધાઓ વધારવા માટે પણ ચર્ચા થયેલ હતી અને માર્ગદર્શન આપેલ હતું. આ સમગ્ર મુલાકાત દરમીયાન તેમની સાથે કોવિડ હોસ્પિટલનાં અધિક્ષકશ્રી, નિવાસી તબીબી અધિકારીશ્રી, એ.એચ.એ., સીસ્ટમ મેનેજર વિગેરે હાજર રહેલ હતા. 

(11:56 am IST)