Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

પત્નીને કોરોના થતા લોધીકાના વૃધ્ધ કોરોન્ટાઇન થવાને બદલે ભાગી ગયા !

રાજકોટ, તા., ૯: લોધીકાના પત્નીને કોરોના થતા વૃધ્ધ હોમ કોરોન્ટાઇન થવાને બદલે ભાગી જતા પોલીસમાં ફરીયાદ થઇ છે.

મળતી વિગતો મુજબ લોધીકામાં લીમડા શેરીમાં રહેતા હુસેન મહમદભાઇ બુખારી (ઉ.વ.૬પ)ના પત્નીને કોરોના થતા આરોગ્ય તંત્રની ટીમે વૃધ્ધ હુસેનભાઇનો કોવીડ ટેસ્ટ કરાવતા તેનો રીપોર્ટ પોઝીટીવ આવતા રીપોર્ટ આવે તે પુર્વે જ વૃધ્ધ હુસેનભાઇ હોમ કોરોન્ટાઇલ થવાના બદલે ભાગી ગયા હતા. આ અંગે તલાટી મંત્રી હિતેષભાઇ વાઘેલાએ ભાગી ગયેલ વૃધ્ધ સામે લોધીકા પોલીસ મથકમાં ફરીયાદ કરતા પોલીસે કોરોના જાહેરનામા ભંગ સબબનો ગુન્હો દાખલ કરી વૃધ્ધની શોધખોળ હાથ ધરી છે.

(11:54 am IST)