Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

ધોરાજી મામલતદાર ઓફિસના ૫ કર્મચારી સહિત ૫૬ને કોરોના

દિવસેને દિવસે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કેસમાં સતત વધારો : કુલ કેસ ૬૬૩

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી,તા.૯: ધોરાજીમાં મંગળવારે રાત સુધીમાં કોરોના એ વિસ્ફોટ સજર્યો છે....?

એક જ દિવસમાં ૫૬ કોરોના પોઝિટિવ કેસ નોંધાતા શહેર આખામાં તેમજ તાલુકામાં ફફડાટ છવાઇ ગયો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ ધોરાજીમાં છેલ્લા ઘણા સમયથી કોરોના એ કાળો કેર વર્તાવ્યો છે ત્યારે સરકારી બાબુઓ માત્ર એસી ચેમ્બર છોડતા નથી અને પ્રજા કોરોનાનો ભોગ બની રહી છે આવા સમયે એક જ દિવસમાં ૫૬ કોરોના કેસ પોઝિટિવ નોંધાયા હતા ધોરાજી શહેર અને તાલુકામાં ફફડાટ છવાઈ ગયો હતો.

સૌરાષ્ટ્રમાં સૌથી વધુ તાલુકા કક્ષાએ જો કેસ નોંધાતા હોય તો તે ધોરાજી તાલુકામાં છે અને આરોગ્ય વિભાગની ઘોર બેદરકારીને કારણે ધોરાજી શહેર અને તાલુકાની પ્રજા પીસાઈ રહી છે.

ધોરાજીમાં ગઈ કાલ રાત સુધીમાં ૫૬ કોરોના કેસના પોઝિટિવ કેસ નોંધાઈ ચુકયા છે અને અત્યાર સુધીમાં ૩૩ લોકોના મોત પણ થયા છે છતાં પણ આરોગ્ય તંત્રની કે સરકારી બાબુઓની કે રાજકીય લોકોની આંખો ઉઘડતી નથી તે બાબતે ધોરાજીની જનતામાં રોષ ફેલાયો છે.

ગઈકાલે ધોરાજી નગર પાલિકાના કર્મચારીઓનું મેડિકલ ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવતા ૧૪ જેટલા કર્મચારીઓ એકસાથે પોઝિટિવ આવતા કર્મચારીઓમાં ફફડાટ છવાઈ ગયો છે.

તેમજ ચાર દિવસ પહેલા ધોરાજી નગરપાલિકામાં ફરજ બજાવતા કર્મનિષ્ઠ સેવાભાવી એવા કર્મચારી નટુભાઈ સેંજલીયા નું કોરોના ના હિસાબે અવસાન થતા નાની ઉંમરમાં પરિવારે પોતાનો પુત્ર અને પત્નીએ તેના પતિ ગુમાવતા સમગ્ર પરિવારોમાં પણ શોક છવાઈ ગયો હતો આ સમયે નગર પાલિકાના કર્મચારીઓમાં પણ મારે દુઃખ સેવાતુ હતું અને સ્વર્ગસ્થના માનમાં અડધો દિવસ ધોરાજી નગરપાલિકા બંધ રાખી શ્રદ્ઘાંજલિ અર્પી હતી બાદ આરોગ્ય ટીમ દ્વારા તમામ કર્મચારીઓનું રીપોર્ટીંગ કરતા એક જ દિવસમાં ૧૪ કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવતા સમગ્ર કર્મચારી વર્ગ અને આમ જનતામાં પણ ફફડાટ છવાઇ ગયો હતો.

તેમજ ધોરાજી મામલતદાર કચેરીમાં પણ કર્મચારીઓનો કોરોના બાબતે રીપોર્ટીંગ કરતા કર્મચારીઓના નમૂના લેતા પાંચ જેટલા કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા.

અને શહેરમાં જોઈએ તો ધોરાજી શહેરની એક પણ વિસ્તાર બાકી નથી રહ્યું જે વિસ્તારમાં જાઉં ત્યાં કોરોના પોઝિટિવ કેસ ના સ્ટીકર લગાડવામાં આવ્યા છે પરંતુ જે પ્રકારે કોરોના દર્દીઓ નું કેર થવું જોઈએ તે થતું નથી

પ્રજા હેરાન થઈ રહી છે છતાં સરકાર અને સરકારી અધિકારીઓ મૌન સેવી બેઠા છે તે ઘણી દુઃખની બાબત છે.

ધોરાજીમાં એક જ દિવસમાં ૫૬ કેસ અને ટોટલ અત્યાર સુધીમાં ૬૬૩ કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ ચુકયા છે અને ૩૩ લોકોના મોત થયા છે છતાં પણ સરકારનો આરોગ્ય તંત્ર શા માટે ધોરાજી સરકારી હોસ્પિટલમાં અઘતન સુવિધા ધરાવે છે અને ૫૬ બેડ ધરાવતી હોસ્પિટલમાં કોવિડ સેન્ટર શા માટે શરૂ કરવામાં નથી આવતું....? તે મોટો પ્રશ્ન ઉભો થયો છે..

ધોરાજી સરકારી હોસ્પિટલમાં કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવે તો ધોરાજી જેતપુર ઉપલેટા જામકંડોરણા ચાર તાલુકાના કોરોના પોઝિટિવ દર્દીઓ ને ફાયદો થાય તેમ છે અને વિનામૂલ્યે સારવાર મળી રહે તેમ છે છતાં પણ આટલી રજૂઆત હોવા છતાં તંત્ર વામણું સાબિત થયું છે ધોરાજીનો કોઈ નિરીક્ષણ કરવા માટે પણ સમય મળતો નથી.

ધોરાજીમાં કોરોના પોઝિટિવ કેસ ના આ બાબતમાં કાળો કેર વર્તાવી રહ્યો છે સાતમી સદી તરફ દોરી જઈ રહ્યું છે પરંતુ સરકારી બાબુઓ એસી ચેમ્બર છોડતા નથી માત્ર ને માત્ર કાગળ ઉપર જ સર્વે કરી રહ્યા છે અને સરકારને યોગ્ય અને સારો જવાબ આપી રહ્યા છે જેથી કરીને સરકારને પણ ખબર નથી ધોરાજી કોરોનાએ કેવો ભરડો લીધો છે...?

સરકારી બાબુઓ સરકારને પણ સાચી માહિતી પૂરી પાડતા નથી તેનું આ પરિણામ ધોરાજીમાં જોવા મળી રહ્યું છે સરકારી તંત્ર વામણું સાબિત થયું છે.

(11:56 am IST)