Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

ગોંડલમાં ૩.૪ર લાખનો દારૂનો જથ્થો પકડાયો

સીટી પી.આઇ. એસ.એમ. જાડેજાની ટીમે ૭૯ર બોટલ દારૂ સાથે હસન કટારીયાને ઝડપી લીધોઃ બુટલેગર ઇરફાન અને તેની માતાની શોધખોળ : રૂરલ ક્રાઇમ બ્રાંચના પીઆઇ એ.આર. ગોહીલ તથા ટીમે ગોંડલમાં દરોડો પાડી રપ૮ બોટલ દારૂ ઝડપી લીધોઃ બુટલેગર રાહુલની શોધખોળ

તસ્વીરમાં ગોંડલ સીટી પોલીસે પકડી પાડેલ દારૂનો જથ્થો અને પોલીસ સ્ટાફ નજરે પડે છે

રાજકોટ તા. ૯ :..  ગોંડલની સીટી પોલીસે વોરા કોટડા રોડ ઉપર આવેલ આવાસના કવાર્ટસમાંથી ૩.૪ર લાખનો દારૂનો જથ્થો તથા રૂરલ ક્રાઇમ બ્રાંચે શિવશકિતનગરમાં દરોડો પાડી ૭૭,૪૦૦નો દારૂનો જથ્થો ઝડપી લીધો હતો.

પ્રથમ દરોડામાં ગોંડલમાં વોરા કોટડા રોડ ઉપર આવેલ આવાસ કવાર્ટરની ઓરડીમાં ઇરફાન હસનભાઇ કટારીયા વિદેશી દારૂનું વેચાણ કરતો હોવાની બાતમી મળતા રૂરલ એસ. પી. બલરામ મીણાના માર્ગદર્શન હેઠળ ગોંડલના સીટી પી. આઇ. એસ. એમ. જાડેજા, પીએસઆઇ બી. એલ. ઝાલા, આર. ડી. ચૌહાણ તથા ડી. પી. ઝાલા સહિતના સ્ટાફે ઉકત સ્થળે રેઇડ કરી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ ૭૯ર કિ. ૩.૪ર લાખ, ઇકો કાર કિ. ૩ લાખ, તથા એક મોબાઇલ મળી કુલ ૬.૪૩ લાખના મુદામાલ સાથે બુટલેગરના પિતા હસન ઇસ્માઇલ કટારીયાને ઝડપી લીધો હતો. જયારે બુટલેગર ઇરફાન કટારીયા તથા તેની માતા હમીદાબેન નાસી છૂટતા ત્રણેય સામે ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

આ કાર્યવાહીમાં ગોંડલ સીટીના હેડ કો. જયદીપસિંહ ચૌહાણ, પો. કો. દિવ્યરાજસિંહ જાડેજા, યુવરાજસિંહ ગોહીલ, અરવિંદભાઇ વાળા, જયસુખભાઇ તેમજ ડીવાયએસપી કચેરીના હેડ કો. દિગ્વીજયસિંહ રાઠોડ તથા પો. કો. ભગીરથસિંહ વાઘેલા જોડાયા હતાં.

તેમજ ગોંડલમાં નાગડક રોડ શિવશકિતનગર બ્લોક નં. ૭ માં રાહુલ નામનો શખ્સ વિદેશી દારૂ વેચતો હોવાની બાતમી મળતા રૂરલ એસ. પી. બલરામ મીણાના માર્ગદર્શન હેઠળ રૂરલ ક્રાઇમ બ્રાંચના પીઆઇ એ. આર. ગોહીલ તથા પીએસઆઇ  એચ. એમ. રાણાની ટીમે ઉકત સ્થળે રેઇડ કરી વિદેશી દારૂની બોટલ નંગ રપ૮ કિ. ૭૭,૪૦૦ નો જથ્થો ઝડપી લીધો હતો. જો કે, બુટલેગર રાહુલ મળી ન આવતાં તેની સામે ગોંડલ સીટી પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરી શોધખોળ હાથ ધરાઇ છે.

આ કાર્યવાહીમાં રૂરલ ક્રાઇમ બ્રાંચના   હેડ કો. મહિપાલસિંહ જાડેજા, જયેન્દ્રસિંહ વાઘેલા તથા અનિલભાઇ ગુજરાતી જોડાયા હતાં.

(11:56 am IST)