Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

સુરેન્દ્રનગરમાં ૨ સોની યુવકોનો કોરોનાએ ભોગ લેતા હાહાકાર

સોની બજાર અડધો દિવસ બંધ : ઝાલાવાડમાં પોઝિટિવ કેસનો આંકડો ૧૫૨૦ થયો

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૯ : સુરેન્દ્રનગર શહેરમાં અને તાલુકાઓમાં કોરોના ના દર્દીઓનો આંકડો ૧૫૨૦ ઉપર પહોંચ્યો છે ત્યારે કોરોના એ સુરેન્દ્રનગરના બે સોનીઙ્ગ યુવાનના ભોગ લેતા સોની સમાજમાં હાહાકાર મચી ગયો છે.

વિગતોનુસાર સુરેન્દ્રનગર શહેરના વાદીપરા માં રહેતા કમલેશભાઈ કાંતિલાલ સોનીને છેલ્લા દસેક દિવસથી કોરોના વાયરસના લક્ષણો જણાતા જેવો ને પ્રથમ સુરેન્દ્રનગર અને ત્યારબાદ અમદાવાદ સારવાર ખાતે લઈ જવામાં આવ્યા હતા. જયાં સારવાર દરમિયાન કમલેશ કાન્તિલાલ સોની ઉંમર વર્ષ ૪૪ વાળા નું મોત નિપજતા ભારે અરેરાટી ભર્યો માહોલ સર્જાયો છે ત્યારે વળી વઢવાણઙ્ગ ના અને હાલમાં સુરેન્દ્રનગર શહેરના વિઠ્ઠલ પ્રેસ રોડ ઉપર આવેલ કોમ્પલેક્ષમાં રહેતા અજય ઘનશ્યામભાઈ સૂવા દાસ સોનીને કોરોના વાયરસના લક્ષણો જણાતા તેમને સારવાર માટે પ્રથમ સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાં અને ત્યારબાદ જેઓને અમદાવાદ ખાતે રીફર કરવામાં આવ્યા હતા.

અમદાવાદ ખાતે કોરોનાવાયરસની સારવાર દરમિયાન અજય ભાઈ ઘનશ્યામભાઈ સોની ઉંમર ૪૬ વાળાનું કોરોના વાયરસના કારણે મોત નિપજયું છે ત્યારે સોની સમાજની અંદર એક સાથે બે યુવાનના મોત નીપજતાં આ બનાવમાં ભારે શોકનો માહોલ છવાઇ જવા પામ્યો છે ત્યારે સોની સમાજ દ્વારા પોતાની દુકાનો અડધો દિવસ બંધ રાખી અને મૌન પાળીને શ્રદ્ઘાંજલિ પણ આપવામાં આવી હતી. ત્યારે કોરોનાવાયરસ હાલમાં સુરેન્દ્રનગર શહેરમાં દિન-પ્રતિદિન વધતો જઈ રહ્યો છે ત્યારે સલામતી સામેના અનેક સવાલો ઉભા થયા છે.

(12:50 pm IST)